સિહોરના કૃષ્ણનગરમાં રહેતા રાજુભાઈ પરમારને એક પાકેટ મળી આવ્યું હતું જે તેમને ભાવનગરના એક યુવકને પરત આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું - At This Time

સિહોરના કૃષ્ણનગરમાં રહેતા રાજુભાઈ પરમારને એક પાકેટ મળી આવ્યું હતું જે તેમને ભાવનગરના એક યુવકને પરત આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું


મૂળ પીપળીયા ગામના રહેવાસી અને સિહોરમાં કૃષ્ણનગર માં રહેતા રાજુભાઇ પરમારને રાજકોટ
રોડ નજીકથી એક પાકીટ મળી આવ્યું હતું. જેમાં રોકડ
રકમ તેમજ એટીએમ કાર્ડ, બીલ સહિતના કાગળો
મળી આવ્યા હતા. જે તેમણે ભાવનગરના એક યુવકને
પરત આપી માનવતાનું ઉદાહરણ પુરું પાડ્યું હતું.
સિહોરના રાજુભાઇ પરમારને આજે સાંજના સમયે
રાજકોટ રોડ પર આવેલ એક હોટલ પાસેથી એક
પાકીટ મળ્યું હતું. જેમાં રોકડ ઉપરાંત ડોક્યુમેન્ટ
એટીએમ કાર્ડ, અગત્યના બીલ સહિતના કાગળો
હતા. દરમિયાન રાજુભાઈએ શંખનાદ સંચાલક
મિલનભાઈ કુવાડીયાનો સંપર્ક કર્યો હતો ખૂબ મહેનત
બાદ પાકિટમાંથી મળેલા સરનામાના આધારે સંપર્ક
કરી ભાવનગરના રજાકભાઈ સૈયદને પાકિટ પરત
આપવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ
પહેલાં રાજુભાઇ
પરમારનું એક
પાકીટ પડી ગયું હતું.
જેના રોકડ રકમ સહિતની ચીજવસ્તુઓ હતી. જે
શંખનાદ સંસ્થાની મહેનતના કારણે પોતાને પોતાનું
પાકીટ મળી ગયુ હોવાનો ઉલ્લેખ આજે રાજુભાઇએ
કર્યો હતો. આજરોજ રાજુભાઇને મળેલું પાકિટ મુળ
માલિકને પરત કરી માનવતા દાખવી હતી. ખાસ કરી
મિલનભાઈ કુવાડીયાએ રાજુભાઈની માનવતાને
બિરદાવીને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું
છે. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.