અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજ્યો - At This Time

અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજ્યો


અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજ્યો
=હાંસોટ ની કા કા બા હોસ્પિટલ અને જેસીઆઈ દ્વારા મેડિકલ કેમ્પ નું આયોજન કરાયું
=ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા

અંકલેશ્વર ની જીનવાલા હાઈસ્કૂલ ખાતે હાંસોટ ની કા કા બા હોસ્પિટલ અને જેસીઆઈ અંકલેશ્વર ના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજ્યો હતો આ કેમ્પ માં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા ,

ઈન્દ્નશીલ કા કા બા અને કલાબુધ પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કા-કા બા હોસ્પિટલ હાંસોટ અને અંકલેશ્વર જેસીઆઈ ના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર ની જીનવાલા હાઈસ્કૂલ ખાતે સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પ નો ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહીત ના મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો ,આ કેમ્પ માં મોટી સંખ્યા માં દર્દીઓ ઉમટી પડ્યા હતા અને કાકાબા હોસ્પિટલ ના વિવિધ રોગો ના નિષ્ણાત તબીબો દ્વારા દર્દીઓ ને તપાસવામાં આવ્યા હતા અને વિના મુલ્યે દવાઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગર પાલિકા ના પ્રમુખ વિનય વસાવા ,તાલુકા પંચાયત ના પ્રમુખ અરવિંદ પટેલ ,જેસીઆઈ અંકલેશ્વર ના પ્રમુખ કિંજલ શાહ ,અને કાકાબા હોસ્પિટલ ના તબીબો અને વિવિધ રોગો ના દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.