શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા ૮૩ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી
શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્ર યજ્ઞ દ્વારા ૮૩ જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી
ભાવનગર શિશુવિહાર સંસ્થા માં યોજાયેલ નેત્રયજ્ઞ સ્વ. નાનાલાલ ભવાનભાઈની સ્મૃતિમાં તારીખ ૨૪ જાન્યુઆરીનાં રોજ શ્રી ધાર્મિકભાઈ જયંતભાઈ વાનાણીની ઉપસ્થિતિમાં ૫૦૩ માં પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં દર્દી ઓની વિશેષ સેવા કરેલ...
ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શેઠ શ્રી વી.સી. લોઢાવાળા હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં ૮૩ દર્દીઓની આંખ તપાસ ડૉ શ્રી. ધ્રુવીલભાઈ તથા ડૉ.શ્રી હર્ષાબહેન ની ટીમ દ્વારા કરવામાં આવી. જે તમામ ને શિશુવિહાર પરિસરમાં ડૉ. મીનાક્ષીબહેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા-નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાતમંદ ૧૬ દર્દીઓને કેટ્રેક સર્જરી માટે લોઢા વાળા હૉસ્પિટલ મોકલી આપવામાં આવેલ..
દર્દી દેવોભવની ભાવનાથી વર્ષ ૧૯૬૮ થી ચાલતા પ્રભુકૃપા નેત્રયજ્ઞમાં શિશુવિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી...
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
