લગ્નમાં જવા ઘરેણાં પહેરીને પરિવાર નીકળ્યો તો અધિકારીએ કહ્યું, તમે આટલા દાગીના ન પહેરી શકો, આ હેરફેરની પદ્ધતિ છે

લગ્નમાં જવા ઘરેણાં પહેરીને પરિવાર નીકળ્યો તો અધિકારીએ કહ્યું, તમે આટલા દાગીના ન પહેરી શકો, આ હેરફેરની પદ્ધતિ છે


ચૂંટણીની જાહેરાત બાદ એકપણ નેતા કે તેનો કાર્યકર રોકડ સાથે નથી પકડાયા : માત્ર સામાન્ય લોકો અને સોની મહાજનો તેમજ વેપારીઓને જ પરેશાન કરાયા હોય તેવા કિસ્સા બહાર આવી રહ્યા છે.

ચૂંટણીની આચારસંહિતા લાગુ થયા બાદ સોની બજારમાં આવતા જતા કર્મચારી, વેપારી અને સામાન્ય લોકોની અને તેના વાહનની તલાશી લેવામાં આવતી હતી. અને તેની પાસેથી અલગ-અલગ દસ્તાવેજો માગવામાં આવ્યા હતા. ચેકિંગની પદ્ધતિ- ખોટી કનડગત અંગે વેપારીઓ- લોકોમાં રોષ હતો. ચેકિંગના નામે થયેલી હેરાનગતિ અને કડવા અનુભવો વેપારીઓએ વર્ણવ્યા હતા. વેપારીએ નામ નહિ આપવાની શરતે કહ્યું હતું કે, રાજકોટમાં રહેતો એક પરિવાર લગ્ન પ્રસંગમાં જવા માટે દાગીના પહેરીને નીકળ્યા હતા. આ પરિવાર આર્થિક રીતે સક્ષમ હોવાથી તેને દાગીના પહેર્યા હતા. ત્યારે ચેકિંગના નામે આ પરિવારની કારને અટકાવવામાં આવી. કહ્યું કે, આચારસંહિતા લાગુ છે, માટે તમે આટલા મોટા પ્રમાણમા દાગીના પહેરી ન નીકળી શકો

આ દાગીના હેર-ફેર માટેની એક પદ્ધતિ છે. વેપારીઓના જણાવ્યાનુસાર આચારસંહિતા તો ઉમેદવાર ખોટી રીતે નાણાંની હેરફેર કરતા નથી તે અટકાવવા માટેની છે, પરંતુ અત્યાર સુધી ઉમેદવાર કરતા વેપારીનું વધારે ચેકિંગ કરાયું છે. જે અધિકારીએ ખોટી રીતે હેરાનગતિ કરી તેની સામે કાર્યવાહી કરવામાં આવશે? તેવો સવાલ વેપારીમાં ઉઠ્યો છે. વેપારીઓ વેપાર કરે છે. તેની જે રીતે હેરાનગતિ કરવામાં આવે છે તેની સામે રોષ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »