હળવદ નવયુવાન તપન દવે નું અંગદાન જાગૃતિ કાર્યકર્તા તરીકે વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા દિલીપભાઈ દેશમુખ ની વિશેષ ઉપસ્થિતિ માં સન્માન કરવામાં આવ્યું - At This Time

હળવદ નવયુવાન તપન દવે નું અંગદાન જાગૃતિ કાર્યકર્તા તરીકે વિધાનસભા ના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા દિલીપભાઈ દેશમુખ ની વિશેષ ઉપસ્થિતિ માં સન્માન કરવામાં આવ્યું


અંગદાનના દૂતોને ગુજરાત વિધાનસભામાં અધ્યક્ષશ્રી દ્વારા સન્માન કરાયું

ગુજરાત રાજ્યમાં અંગદાન જનજગૃતિ અભિયાન અંતર્ગત કાર્યરત અમદાવાદ સ્થિત સિવિલ હોસ્પિટલ, યુ એન મહેતા હોસ્પિટલ અને કેડી હોસ્પિટલના તબીબો અને અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ તથા જીવનદીપ ફાઉન્ડેશનના કાર્યકર્તાઓ ને ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી આદરણીય શઁકરભાઈ ચૌધરી દ્વારા 28 માર્ચ, 2025 ના રોજ વિધાનસભામાં આમંત્રિત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુજરાત રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં અંગદાનની મુહિમમાં જબરદસ્ત વધારો જોવા મળી રહયો છે. ગુજરાતમાં સરેરાશ દર મહિને 2 અંગદાન થઇ રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની હાલમાં ચાલી રહેલી કામગીરીમાં પણ આરોગ્ય મંત્રીશ્રી દ્વારા ગર્વભેર અંગદાનના આંકડાઓ વિધાનસભામાં રજુ કરવામાં આવ્યા હતા. ત્યારે શુક્રવારના રોજ વિધાનસભાના માનનીય અધ્યક્ષશ્રી દ્વારા આ કામગીરી સાથે જોડાયેલા કાર્યકર્તાઓ અને તબીબોને વિધાનસભામાં આમન્ત્રિત કરીને સાલ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ, સિવિલ હોસ્પિટલના સુપ્રિડેંટ ડો રાકેશ જોશી, યુ એન મહેતા હાર્ટ હોસ્પિટલના ડાયરેક્ટર ડો ચિરાગ દોશી તથા કેડી હોસ્પિટાલના ડેપ્યુટી જનરલ મેનેજર નિખિલ વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ દ્વારા અંગદાન સંલગ્ન હેન્ડ પેઇન્ટેડ વિવિધ પોસ્ટર્સ પ્રદર્શિત કરીને ધારાસભ્યો, અધિકારીઓ, કર્મચારીઓ અને મુલાકાતીઓને અંગદાનની માહિતી આપવાનો પ્રયત્ન કર્યો હતો.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image