એપીએમસી સતલાસણા ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો.
એપીએમસી સતલાસણા ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો હતો . સતલાસણા એપીએમસી ખાતે નાગરિકોએ પ્રાકૃતિક કૃષિ કેન્દ્રમાંથી પ્રાકૃતિક પેદાશો ખરીદી કરી હતી. સતલાસણા તાલુકામાં સતલાસણા એપીએમસી ખાતે શુક્રવારના રોજ સાંજના ઓર્ગેનિક શાકભાજી અને ફળો તથા અનાજનું વેચાણ ખેડૂતો દ્વારા સીધું કરવામાં આવ્યું હતું. જેમાં તાજા અને આરોગ્યપ્રદ ખેત પાકોનું વેચાણ કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક લોકોએ રસભેર ભાગ લીધો હતો.
આ તકે એપીએમસીના ચેરમેનશ્રી વિરેન્દ્રસિંહજી ઠાકોર , વાઇસ ચેરમેન મોંઘીબેન ચૌધરી તેમજ સેક્રેટરી આર.એમ. ચૌધરી સહિત સતલાસણાના પ્રાકૃતિક કૃષિના ઋષિઓ અને પ્રાકૃતિક પેદાશો લેનારા ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.
+919173730737
આ પ્રકારના તમામ સમાચાર માટેે
