ગારીયાધાર શહેરમાં પાણીની અતિ વિકટ તંગી અને અવ્યવસ્થિત વિતરણ ને કારણે પ્રજાના હિતમાં થશે ઉપવાસ આંદોલન : ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી - At This Time

ગારીયાધાર શહેરમાં પાણીની અતિ વિકટ તંગી અને અવ્યવસ્થિત વિતરણ ને કારણે પ્રજાના હિતમાં થશે ઉપવાસ આંદોલન : ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી


૧૦૧ ગારીયાધાર વિધાનસભાના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા મામલતદારને રજુઆત કરવામાં આવેલ કે ગારીયાધાર શહેરમાં છેલ્લા એક થી દોઢ મહિનાથી પાણી અવ્યવસ્થિત અને અપૂરતું મળવાથી શહેરીજનોમાં વ્યાપક પ્રમાણમાં રોશ છે

આ બાબતે અસંખ્ય વાર ગારીયાધાર નગરપાલિકા કચેરી ખાતે રજુઆત કરવામાં આવેલ છે પરંતુ કોઈ સુખદ પરિણામ આવેલ ન હોય હાલ શિયાળાની ઋતુ હોવા છતા શહેરમાં ૮ થી ૧૦ દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે તે માનવીય ભુલોને કારણે હોવાનું જણાય છે

ગત ચોમાસામાં ગારીયાધાર શહેર તાલુકામાં ૧૩૦ થી ૩૫%વરસાદ નોંધાયેલ છે તેમછતાં શહેરમાં અનિયમિત અને અપૂરતું પાણી મળે છે તેથી પ્રજાના હિતમાં જો તારીખ ૯/૧૨/૨૦૨૪ ને સોમવાર સુધીમાં યોગ્ય અને સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી નહી મળેતો અમો આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે પ્રજાને સાથે રાખી તા.૦'૧૨/૨૦૨૪ ને મંગળવાર ના રોજ મામલતદાર કચેરી ખાતે ઉપવાસ ઉપર બેસવા ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ જણાવ્યું હતું

ઉપવાસ આંદોલન પ્રજાના હિતાર્થે અને વહીવટીતંત્રની અણઆવડતની સામે હોય ત્યારે ઉપવાસ આદોલન કરવામાં કોઈ અઘટિત બનશે તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેવી લેખીત રજુઆત કરાઇ હતી

જ્યારે આ તંત્ર સાથે ખુદ ધારાસભ્યને પણ ઉપવાસ પર બેસવા મજબુર થવું પડતું હોય ત્યારે આમ જનતાનું તો અહીં કોણ સાંભળતું હશે તે પણ ચિંતાનો પ્રશ્ન છે
વહેલીતકે સમસ્યાઓનું કાયમી નિરાકરણ આવે તેવી શહેરીજનોની પણ માંગણી

રીપોટર- અશોક ચૌહાણ

ગારીયાધાર

ભાવનગર

99 781 28 943


9978128943
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.