વડાલીના કુબા ધરોલ ગામમાં શેર શંભુ મંદિરમાંથી અમાસની રાત્રે શિવલિંગની ચોરી થઈ - At This Time

વડાલીના કુબા ધરોલ ગામમાં શેર શંભુ મંદિરમાંથી અમાસની રાત્રે શિવલિંગની ચોરી થઈ


વડાલી તાલુકાના કુબાધરોલ ગામમાં શેરશંભુ મંદિરમાંથી શિવલિંગની ચોરી થઈ

શ્રાવણ માસના અંતિમ સોમવારની રાત્રે ચોરોએ શિવલિંગની ચોરી કરી ગ્રામજનો દ્વારા ચોરી અંગે વડાલી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરાઈ

વડાલી તાલુકાના કુબાધરોલ અને નાદરીની સીમમાં આવેલ 64 વર્ષ પૌરાણિક શેરશંભુ મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના અંતિમ સોમવારની રાત્રે ચોરો મંદિરમાં ઘૂસી જઈને શિવલિંગની ચોરી કરી અને પલાયન થઈ ગયા હતા

વહેલી સવારે મંદિરના પૂજારી ઉપાધ્યાય વિનુભાઈ પૂજા કરવા જતા હતા ત્યારે તેમને શિવલિંગ જોવા ન મળતા શિવલિંગ ચોરી થયાની જાણ સમગ્ર ગ્રામજનોને કરતા ગામ લોકો મોટી સંખ્યામાં મંદિરે દોડી પહોંચ્યા હતા અને ગ્રામજનો દ્વારા ચોરીની વડાલી પોલીસ સ્ટેશન એ જાણ કરાઈ હતી

પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા

મો ન 9998340891


9998340891
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.