બગસરામાં તિથિના આધારે 1 નવેમ્બરે દિવાળી અને 2 નવેમ્બરે નવા વર્ષની ઉજવણી માટે સર્વસંમતિ
બગસરામાં તિથિના આધારે 1 નવેમ્બરે દિવાળી અને 2 નવેમ્બરે નવા વર્ષની ઉજવણી માટે સર્વસંમતિ: ધાર્મિક પરંપરા અને સંસ્કૃતિનું પ્રમાણ રાખવાનો નાગરિકોનો એકમતી નિર્ણય
બગસરા શહેરમાં આ વર્ષે દિવાળી ક્યારે ઉજવવી તે અંગે બે અલગ-અલગ મત હતો, પણ શહેરના જાગૃત નાગરિકોએ પોતાના ધાર્મિક મૂલ્ય અને પરંપરાનો આદર રાખીને એક સમાન ઉદ્દેશ સાથે સમૂહીક નિર્ણય લીધો. દિવાળી તિથિ આધારે ઉજવવામાં આવે છે, જે આ વખતે 31 ઓક્ટોબરના બપોરે 3:00 વાગ્યે શરૂ થાય છે અને 1 નવેમ્બર સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રહે છે. આ તહેવાર માત્ર પ્રકાશ પર્વ જ નહીં, પણ હિન્દુ ધર્મ માટે ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતો પર્વ છે, જે ભગવાન રામના અયોધ્યામાં વિજય સાથે પરત ફરે ત્યારે ઉજવાય છે.
ધાર્મિક મહત્ત્વના આધારે, 1 નવેમ્બર રાત્રે દિવાળી ઉજવવાનો સર્વસંમતિપૂર્વકનો નિર્ણય કરવામાં આવ્યો, જેમાં નાગરિકો, વેપારીઓ, અને યુવાનો સહિત બગસરાના તમામ વર્ગોના લોકોનો ઉત્સાહભેર સહકાર મળ્યો.
આ મહત્વના નિર્ણયમાં નાગરિકોએ પણ વિસ્તૃત ચર્ચા કરી, જેમાં શહેરના જાગૃત વર્ગે નાગરિકોને પંચાંગ અને તિથિની મહત્વ વિશે માહિતગાર બનાવ્યા. તેમાં તહેવારના ધાર્મિક મૌલ્યને આગવી રીતે પ્રાથમિકતા આપવામાં આવી, જે પ્રમાણે તિથિ જ કોઈ પણ હિન્દુ તહેવાર માટેનું મૂળ આધારભૂત કારણ છે. તેથી, સમૂહીક રીતે 1 નવેમ્બર રાત્રે દિવાળી અને 2 નવેમ્બરે નવા વર્ષની ઉજવણી કરવાનો નિશ્ચય લેવામાં આવ્યો.
શહેરમાં જાગૃતિ અભિયાન ચલાવાયું, જેમાં વડીલ નાગરિકો, શાળા શિક્ષકો અને લોકપ્રિય વેપારીઓએ સહકાર આપ્યો અને નાગરિકોને સંસ્કૃતિના જતન માટે આ નિર્ણયને સ્વીકારવા પ્રોત્સાહિત કર્યા.
આ એકતાભર્યા અને સંસ્કારપ્રિય નિર્ણયના કારણે સમગ્ર નગરમાં ઉત્સાહનું માહોલ સર્જાયો. વેપારીઓ પણ આ નિર્ણમાં સંપૂર્ણ સહમત રહ્યા, કારણ કે ખોટા દિવસે દિવાળી ઉજવવાથી તેમના કારોબારમાં નુકસાન થવાનું હતું.
તેમજ આ ઐતિહાસિક અને સર્વસંમતિના નિર્ણય દ્વારા બગસરા શહેરે તહેવારોમાં ધાર્મિક પરંપરા અને સમાજના સંગઠનનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.
- ટીમ બગસરા કનેક્ટ
(એટ ધીસ ટાઈમ ન્યુઝ માટે)
9909019025
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.