આજ રોજ બિહારના ભાગલપુર ખાતેથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં હસ્તાંતરિત કર્યો. - At This Time

આજ રોજ બિહારના ભાગલપુર ખાતેથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં હસ્તાંતરિત કર્યો.


આજ રોજ બિહારના ભાગલપુર ખાતેથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો લાભાર્થી ખેડૂતોના બેંક ખાતામાં હસ્તાંતરિત કર્યો.

જે અંતગર્ત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડબ્રહ્મા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જીના બિહાર ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પ્રગતિશીલ ખેડૂતોની સાથે નિહાળ્યુ અને કિસાન સન્માન સમારોહ અંતર્ગત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભનું ખેડૂતોને વિતરણ કર્યું.

આ યોજના હેઠળ ગુજરાતના 51.41 લાખથી વધુ ખેડૂત પરિવારોને મળશે ₹1148 કરોડથી વધુની સહાય અને સાબરકાંઠા જિલ્લાના ૧.૯૬ લાખથી વધુ લાભાર્થીઓને રૂ.૩૯ કરોડથી વધુનો લાભ મળ્યો.

ગુજરાતમાં છેલ્લા અઢી દાયકામાં કૃષિ ક્ષેત્રનો કાયાકલ્પ થતો આપણે જોયો છે.

પાણીની કુદરતી અછત ધરાવતા ગુજરાતમાં ખેડૂતો હવે ખેતીની વૈજ્ઞાનિક પધ્ધતિઓની જાણકારી મેળવીને, તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય થકી આર્થિક સમૃદ્ધિને પામ્યા છે.

મંજૂર ખણુસિયા હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image