ગુજરાતમાં કોરોનાના નવા 552 કેસ, 7 રાજ્યોમાં સૌથી વધુ એક્ટિવ કેસથી વધી ચિંતા
- લક્ષદ્વીપ દેશનો એકમાત્ર એવો પ્રદેશ છે જે હાલ કોરોના મુક્ત છે, ત્યાં અત્યાર સુધીમાં માત્ર 112 કેસ નોંધાયા છે અને 52 દર્દીઓના મોત થયા છેનવી દિલ્હી, તા. 12 ઓગષ્ટ 2022, શુક્રવાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 16,299 કેસ નોંધાયા છે. ઉપરાંત તે સમયગાળા દરમિયાન જ 49 દર્દીઓએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોના વાયરસનો દૈનિક સંક્રમણ દર 4.58 ટકા છે. બુધવારની સરખામણીએ ગુરૂવારના રોજ સક્રિય કેસની સંખ્યામાં 3,185 દર્દીઓનો ઘટાડો થયો છે. દેશમાં અત્યાર સુધીમાં સામે આવેલા કુલ કેસ પૈકી માત્ર 0.28 ટકા જ સક્રિય કેસ છે. દેશમાં કોરોના સંક્રમણની ચડ-ઉતર ચાલુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના કુલ સક્રિય કેસની સંખ્યા 1,25,076 છે. તેમાંથી અડધા કરતાં પણ વધારે, આશરે 68,795 સક્રિય કેસ દેશના 7 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી જ નોંધાયા છે.
રાજ્ય
સક્રિય કેસ
પંજાબ
13,253
મહારાષ્ટ્ર
11,889
કર્ણાટક
10,351
કેરળ
9,865
દિલ્હી
8,205
તમિલનાડુ
8,586
પશ્ચિમ
બંગાળ
6,646લક્ષદ્વીપ કોરોના મુક્તસ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે દેશના 2 કેન્દ્રશાસિત પ્રદેશો આંદામાન નિકોબાર દ્વીપ સમૂહમાં માત્ર 33 જ્યારે દાદરા નગર હવેલી તથા દમણ અને દીવમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા માત્ર 16 છે. જ્યારે લક્ષદ્વીપ દેશનો એકમાત્ર એવો પ્રદેશ છે જે કોરોના મુક્ત છે. ત્યાં અત્યાર સુધીમાં માત્ર 112 કેસ નોંધાયા છે અને 52 દર્દીઓના મોત થયા છે. કોરોનાથી સૌથી ઓછા, 4 મોત દાદરા નગર હવેલી તથા દમણ અને દીવમાં નોંધાયા છે. 3.5 લાખ સેમ્પલની તપાસઆઈસીએમઆરના અહેવાલ પ્રમાણે દેશમાં અત્યાર સુધીમાં કુલ 87,92,33,251 સેમ્પલની તપાસ કરવામાં આવી છે જેમાંથી 3,56,153 સેમ્પલની તપાસ છેલ્લા 24 કલાક દરમિયાન કરવામાં આવેલી છે. ગુજરાતની સ્થિતિ ગુજરાતમાં ગુરૂવારે કોરોનાના દૈનિક કેસમાં 126 કેસનો ઘટાડો થતાં નવા 552 કેસ નોંધાયા હતા. રાજયમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા 187 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં અને જામનગર ગ્રામ્યમાં કોરોના સંક્રમિત એક-એક દર્દીનું મોત થયુ હતું. રાજયમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 4,997 થવા પામી હતી. કુલ 12 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે. જ્યારે 4,985 દર્દીની હાલત સ્થિર છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.