ટ્વિનસ્ બાળકો ના જન્મ દિવસ ની પ્રેરણાદાયી ઉજવણી ફિજુલ ખર્ચી થી દુર રહી માનવ સેવા એજ પ્રભુ સેવા નો સંદેશ - At This Time

ટ્વિનસ્ બાળકો ના જન્મ દિવસ ની પ્રેરણાદાયી ઉજવણી ફિજુલ ખર્ચી થી દુર રહી માનવ સેવા એજ પ્રભુ સેવા નો સંદેશ


માંડવી અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી સંચાલિત વિકલાંગ કન્યા છાત્રલયમાં દીકરીઓ માટે અન્નદાન અને વસ્ત્રો દાન કરી જન્મ દિવસ ની ઉજવણી કરી માનવતા મહેકાતા મોથારિયા પરીવાર ભૂતકાળ મા પણ આ પરીવાર દ્વારા દરેક સભ્યો નો જન્મ દિવસ ની ઉજવણી ઓ જરૂરત મંદ વ્યક્તિઓ ને વાસ્ત્રો દાન અન્ન દાન કરી ને જન્મ દિવસ ની ઉજવણી ઓ કરતા રહ્યા છે અને સભ્ય સમાજ ને ફિજુલ ખર્ચી થી દુર રહી માનવ સેવા એજ પ્રભુ સેવા નો સંદેશ આપતા રહ્યા છે

મૂળ ગામ નાની ખાખર ના વતની અને હાલે માંડવી ખાતે રહેતા એવા બંશરી બેન મૂકેશ ભાઈ મોથારિયા પરીવાર દ્વારા સુપુત્રી પ્રીત કુમારી અને પુત્ર લવ કુમાર ના જન્મ દિવસ નિમિતે લાખુ ભાઈ દેવા ભાઈ મોથારીયા પરિવાર ના સભ્યો મેગબાઈ કાનજી ભાઈ (દાદા દાદી) અને બંસશ્રી બેન મુકેશ ભાઈ (માતા પિતા) દ્વારા જન્મ દિવસ ની પ્રેરણા દાયી ઉજવણી કરવામાં આવી હતી જેમાં બાળકી ઓ ને બપોર ના ભાગે ભોજન તથા વસ્ત્રો નો દાન કરવામાં આવ્યું હતુ અને દીકરીઓ ના આર્શીવાદ મેળવ્યા હતા

આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત અતિથિ ઓ એડવોકેટ મહેન્દ્ર ભાઈ ચુંઈયા, પ્રતાપ ભાઈ ચોથાની ટ્રસ્ટી શ્રી અને શાંતિલાલ ભાઈ ગણાત્રા હાજર રહ્યા હતાં અને પૂરો સાથ સહકાર આપ્યો હતો એ બદલ મુકેશ ભાઈ ના પરિવાર વતી સર્વ નો આભાર વ્યક્ત કરવામા આવ્યો હતો...!!

અહેવાલ: ભાવેશ મહેશ્ર્વરી
મો. 9773232824


9773232824
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image