રાજ્ય સરકારે મુખ્યમંત્રી સડક યોજનામાં બે કરોડના ખર્ચે નવીન સ્લેબડ્રેઇન બે માસ માં જ એપ્રોચ રોડ બેસી જતા હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી પડી જતા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા
નસવાડી તાલુકાના જાંબુઘોડા ગામે બે મહિના પહેલા બે કરોડના ખર્ચ નવો બનેલો સ્લેબડ્રેઇનનો એપ્રોચ રોડ બેસી જતા મોટા વાહનોની અવર જવર બંધ કરાઈ લોકાર્પણ પહેલા જ એપ્રોચ રોડ બેસી જતા એજન્સી કરેલ કામની પોલ ખુલ્લી પડી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ની દેખરેખ સામે અનેક પ્રશ્નો ઉભા થયા સ્લેબ ડ્રેઈન કામગીરીમાં મોટા પાયે ભ્રસ્ટાચાર થયો હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ વિજિલન્સ દ્વારા કામગીરીની ગુણવતા તપાસ કરવા માંગ
નસવાડી તાલુકાના સાંકળ (ત) ગામે થી જાંબુઘોડા ગામે જવાના રસ્તા ઉપર કોતર આવેલું છે જયારે ચોમાસામાં લોકોને પડતી મુશ્કેલીના કારણે સ્લેબડ્રેઇન બનાવવા લોકોએ અધિકારીઓને રજૂઆત કરી હતી જેને લઇ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્ય સરકારમાં દરખાસ્ત કરતા રાજ્ય સરકારે મુખ્યમંત્રી સડક યોજનામાં બે કરોડના ખર્ચે સ્લેબડ્રેઇન મંજુર કરાયું હતું જેને લઇ ટેન્ડર બહાર પડાતા આર.સી પટેલ એજન્સીનું ટેન્ડર લાગતા એજન્સી દ્વારા સ્લેબડ્રેઇન અને એપ્રોચ રોડ બનાવવામાં આવ્યું હતું જયારે હજુ તો કામગીરી થયે બે મહિનાનો સમય થયો છે અને કામનું લોકાર્પણ પણ બાકી છે ત્યારે સ્લેબડ્રેઇનનો એપ્રોચ રોડ તૂટી પડ્યો છે અને બેસી ગયો છે જેથી હલકી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલી છે જયારે સ્લેબડ્રેઇનના એપ્રોચ રોડની કામગીરી કરતી વખતે પથ્થરનું પીચીંગ તેમજ હાર્ડમોરમ માટી પૂરવાની ત્યાર બાદ વોટરિંગ કરી વેટમીક્ષનો માલ નાખીને રોલિંગ કરીને ડામરનો માલ પાથરી રોડ બનાવાનો હોય છે પરંતુ અધિકારીઓ આ કામગીરી કરવામાં ઉણપ રાખતા સ્લેબડ્રેઇનનો એપ્રોચ બેસી બૂમો ઉઠી હતી જયારે એજન્સીએ કરેલ કામની ગુણવતા ઉપર અનેક સવાલો ઉભા થયા છે જયારે પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના ભ્રસ્ટાચારની પોલ ખુલી છે જયારે મોટા વાહનોની અવર જવર બંધ કરવામાં આવી છે અને 20 જેટલા ગામોને અસર પહોંચી છે આ કામગીરીની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ કરવામાં આવે તો ચોંકવનારી વિગતો બહાર આવે તેમ સ્થાનિકો માં ચર્ચાઈ રહ્યું છે
અલ્લારખા પઠાણ નસવાડીવાલા
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.