તિરંગા યાત્રામાં 1 લાખ લોકો ભેગા કરવા સંસ્થાઓને અપાયા ટાર્ગેટ - At This Time

તિરંગા યાત્રામાં 1 લાખ લોકો ભેગા કરવા સંસ્થાઓને અપાયા ટાર્ગેટ


CM અને ગૃહમંત્રી હાજરી આપશે, બહુમાળી ભવનથી રાષ્ટ્રીય શાળા સુધીનો રૂટ

આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્ષમાં રાજકોટ શહેરમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવાની જાહેરાત જિલ્લા વહીવટી તંત્રએ કરી છે. સવારે 9મીએ બહુમાળી ચોકથી તિરંગા યાત્રા નીકળશે અને રાષ્ટ્રીય શાળા સુધી જશે.

રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, જેસીપી ખુરશીદ અહેમદ અને મેયર ડો. પ્રદીપ ડવે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ બોલાવીને તિરંગા યાત્રાનું આયોજન જણાવ્યું હતું. તેઓએ ઉલ્લેખ કર્યો હતો કે, એક લાખથી વધુ લોકોને જોડવા માટે પ્રયત્ન ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્રકક્ષાનુ આયોજન હોવાથી મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પણ તેમાં ભાગ લેશે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, તંત્રએ આ માટે વિવિધ સંસ્થાઓ, એસોસિએશન અને મંડળો સાથે બેઠક કરી હતી અને આ યાત્રામાં લોકોને જોડવા માટે લક્ષ્યાંકો અપાયા છે. આ ટાર્ગેટ આપ્યા બાદ કલેક્ટરે કહ્યું હતું કે, આ આયોજન માત્ર વહીવટી તંત્રનુ નહિ હોય પણ બધા જ નાગરિકો જોડાય તે માટે આઇએમએથી માંડી વેપારી અને ધાર્મિક સંગઠનો તેમાં જોડાઈ રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon