લીલીયાના પૂંજાપાદરમાં દીપડાના આંટાફેરા લીલીયા વનવિભાગના દાવાઓ પોકળ પુરવાર થયા !!
થોડા સમય પહેલા માલધારીના 2 ડઝન ઘેટા બકરાના મોત દીપડાએ નિપજાવ્યા હતા
ફરી શિકારની શોધમાં દીપડો પૂંજા પાદરમાં લટાર મારતો સીસીટીવીમાં થયો કેદ
એક તરફ વન્યપ્રાણીઓની સુરક્ષા માટે વનવિભાગ તૈનાત રહેતું હોવાના વનવિભાગના દાવાઓ કાગળ પર હોય તેવી પ્રતિતિ સામે આવી રહી હોય તેમ લીલીયાના પૂંજા પાદર ગામની શેરીઓમાં દીપડો શિકારની શોધમાં લટાર મારતા સીસીટીવી સામે આવતા ભયનું વાતાવરણ સ્થાનિકોમાં સર્જાયું છે થોડા દિવસ પહેલા લીલીયાના પૂંજા પાદર ગામે એક માલધારીના 25 આસપાસના ઘેટા બકરાના મોત દીપડાએ નિપજાવ્યા હતા ત્યારે વનવિભાગ દ્વારા દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી હોવાના ગીત ગાયા હતા પણ દીપડો પાંજરે પુરાયો નહોતો તેવી વિગતો મળી રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓથી માનવ મૃત્યુની ઘટનામાં વધારો થયો હોય ત્યારે લીલીયા વનવિભાગ હજુ કુંભકર્ણની નિદ્રામાં પોઢ્યું હોવાની પ્રતીતિ વચ્ચે ગત રાત્રે દીપડો શિકારની શોધમાં પૂંજા
પાદરની શેરીઓમાં લટાર મારતો જોવા મળ્યો હતો પણ નિંભર વનતંત્ર દ્વારા દીપડાને પકડવાની કાર્યવાહી હજુ સુધી હાથ ધરી ન હોવાની વિગતો મળી રહી છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
