કચ્છના અંજારમાં આવેલ વરસામેડી શ્રી અખિલ ગુજરાત માતૈઇદેવ તપોભૂમિ યાત્રાધામ ટ્રસ્ટ – વરસામેડી દ્વારા હલે નવા મંદિર નું નિર્માણ પુર જોશમાં
કચ્છના અંજારમાં આવેલ વરસામેડી (તા. અંજાર): શ્રી અખિલ ગુજરાત માતૈઇદેવ તપોભૂમિ યાત્રાધામ ટ્રસ્ટ - વરસામેડી દ્વારા હલે નવા મંદિર નું નિર્માણ પણ પુર જોશ માં કાર્યવિંત છે સાથે સાથે હાલે યાત્રાધામ મધ્યે સ્વ. કરસનભાઈ અજુભાઈ નંજાર પરિવાર (મૂળ ગામ - ગેલડા, હાલે ગાંધીધામ) ના સહયોગથી મુખ્ય પ્રવેશદ્વાર (ગેટ) નું ભૂમિપૂજન માગસર વદ અમાસ તા.૩૦-૧૨-૨૦૨૪, સોમવાર ના કરવામાં આવશે.
જેમાં સવારે ૧૦-૩૦ કલાકે ધૂપ અને ૧૧-૩૦ કલાકે અજીપારદાદા નો લોટ કરવામાં આવશે.
આ પ્રસંગે શ્રી અખિલ ભારત માતંગ મંડળના પ્રમુખ શ્રી ધીરજદાદા દયાલદાદા માતંગ અને અખિલ કચ્છ મહેશ્વરી ગુરુ બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી ભારમલભાઈ પી. ગરવા આર્શિવચન પાઠવશે.
આ કાર્યક્રમ બાદ બપોરના સમૂહ પ્રસાદ રાખવામાં આવેલ છે તો આ પ્રસંગે સર્વે ધર્મપ્રેમી ભાઈઓ, બહેનો ને આ ધાર્મિક ઉત્સવમાં ઉપસ્થિત રહેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રી લક્ષ્મણભાઈ પી. માતંગ, પૂજારી શ્રી મુરજીદાદા માતંગ, મહામંત્રી શ્રી મયુરભાઈ ખીમજીભાઈ સિંધવ, મહામંત્રી શ્રી કિશોરભાઈ એસ. માતંગ દ્વારા સમસ્ત સમાજના ધર્મગુરુઓ, આગેવાનો અને ધર્મપ્રેમી જનતાને પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવે છે.
7990705741
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.