સતલાસણા તાલુકામાં આજે નવીન કૉટ બિલ્ડીંગ નું લોકાર્પણ કરાયું. - At This Time

સતલાસણા તાલુકામાં આજે નવીન કૉટ બિલ્ડીંગ નું લોકાર્પણ કરાયું.


ગુજરાત સરકાર ના આરોગ્ય મંત્રી રૂષિકેષ પટેલ ના હસ્તે લોકાર્પણ કરવા માં આવ્યું.

મહેસાણા ડિસ્ટ્રીક & સેશન કૉર્ટ નાં જજ શ્રીમતી રીઝવાના બુખારી મુખ્ય મહેમાન પદે ધારા સભ્ય સરદારભાઈ ચૌધરી રાજ્ય સરકાર ના સેક્રેટરી પંકજભાઈ રાવલ જિલ્લા કલેકટર નાગરાજન જિલ્લા સરકારી વકીલ કિશોરભાઈ ત્રિવેદી જીલ્લા પોલીસ વડા અચલ ત્યાગી હાજર રહ્યા હતા.

સતલાસણાની પ્રિન્સિપાલ સિવિલ કૉટના જ્જ શ્રીમતી પુજા સુરાના માગૅદશૅન હેઠળ પ્રોગ્રામ.

સતલાસણા તાલુકાના વાવ ચોકડી પર નવીન બિલ્ડીંગમાં કૉર્ટ થશે કાર્યરત.

સતલાસણા બાર એસોસિયેશન દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું.

કૉટ પરિસરમાં હવે વકીલ મિત્રો માટે બાથરૂમ સહિત બેઠક વ્યવસ્થા પણ સરસ રીતે મળશે.

ગઢવાડા પંથકમાં વાવ ખાતે રોડ ટચ નવીન બિલ્ડીંગ હોઈ લોકોને ન્યાય મેળવવા તેમજ અહીંયા નવીન બિલ્ડીંગ એક યાદગાર સંભારણું બની જાય તેવું સતલાસણા તાલુકા પ્રિન્સીપાલ જજ પુજા સુરાના એ સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું
સતલાસણા જીવનધારા ત્રણ રસ્તાથીવાવ ચોકડી સુધી વિકાસ થશે અને પોલીસ ચોકી પણ કાયમી બને તેવી માંગ પણ છે જેના થી ગુન્હેગારો અને અસામાજિક તત્વો પણ જેર થશે.

ગઢવાડા પંથકમાંથી મોટી સંખ્યામાં આગેવાનો ભાઈ ઓ અને બહેનો એ હાજર રહી આં કોર્ટ કચેરીના નવીન મકાન ઉદઘાટન સમારંભમાં
ચાર ચાંદ લગાવી કાર્યક્ર્મ સફળ કર્યો હતો.

સદર કોર્ટ બિલ્ડીંગ થી માંડી વાવ ચોકડી થી સતલાસણા કોલેજ સુધી હાલ પણ ખાનગી વાહનોના અડ્ડા અને કાચા પાકા દબાણો હોઈ એ દબાણો દુર કરવા માં આવે તેવી લોક માંગણી પણ ઉઠવા પામી હતી.

સતલાસણા બાર એસોસિયેશન પ્રમુખ જે જે પટેલ એ એસ પટેલ તેમજ બાર એશોશીએશન
સતલાસણા દ્વારા આકાર્યક્રમને ભવ્ય રીતે સફળ બનાવવા માં આવ્યો હતો.

રાજેશ સુથાર સતલાસણા.
+919173730737


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.