ભાજપનો માસ્ટર સ્ટ્રોક: PAASના 1500 કાર્યકરો કાલે ભાજપમાં જોડાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે તમામ પક્ષો દ્વારા મતદારોને આકર્ષવા માટે એડી ચોટીનું જોર લગાડવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા હાર્દિક પટેલને વિરામ ગામથી ટીકીટ આપવામાં આવી છે ત્યારે માસ્ટર સ્ટ્રોકમાં માહિર ભાજપ દ્વારા વધુ એક માસ્ટર સ્ટ્રોક રમવામાં આવ્યો છે જેમાં પાસના કાર્યકરો ભાજપમાં જોડાઈ શકે છે.
ભાજપમાં આવતી કાલે PAASના જૂના આગેવાનો ભાજપમાં જોડાઈ શકે છે. હાર્દિક પટેલના અન્ય જૂના સાથીઓ પણ કેસરિયો ધારણ કરશે. કન્વિનરો અને ટીમ સહીત 1500 થી વધુ કાર્યકરો આવતીકાલે ભાજપમાં જોડાઇ શકે તેવી શક્યતા છે. હાર્દિક પટેલ જૂન મહિનામાં ભાજપમાં જોડાયા હતા. હાલ વિરમગામ બેઠક પર ભાજપના વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર છે
પાસ દ્વારા અપાયેલી માહિતી અનુસાર આવતીકાલે અમદાવાદ પાસ કન્વિનર જયેશ પટેલ અને મધ્ય ગુજરાત પાસ કન્વિનર ઉદય પટેલની આગેવાનીમાં અન્ય કન્વિનરો અને ટીમ સહિત 1500થી વધુ કાર્યકરો ભાજપમાં વિધિવત રીતે જોડાશે. હાર્દિક પટેલના ભાજપ પ્રવેશ ટાણે તેઓએ હાર્દિકનો સાથ આપ્યો ન હતો પરંતુ હવે તેઓ ભાજપમાં જોડાશે.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.