મેંદરડા ના ૧૮ બાળકો ગુજરાત સરકાર દ્વારા આયોજિત "બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ માં જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો - At This Time

મેંદરડા ના ૧૮ બાળકો ગુજરાત સરકાર દ્વારા આયોજિત “બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ માં જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો


સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કુલ – મેંદરડા નાં ૧૮ બાળકો ગુજરાત સરકાર દ્વારા આયોજીત ‘બાળ પ્રતિભા શોધ’ સ્પર્ધા અંતર્ગતવિવિધ સ્પર્ધાઓમાં જીલ્લા કક્ષાએ ભાગ લેવામાં આવેલ હતો. જેમાં ૧૬ બાળકોએ વિવિધ સ્પર્ધાઓમાં જેમ કે, વકૃત્વ (બ-વિભાગ) માં રુદ્ર કાનાબાર એ પ્રથમ ક્રમ, નિબંધ (બ-વિભાગ) માં વિશ્વા રાખોલિયા એ દ્રિતીય ક્રમ, ચિત્રકલા (બ-વિભાગ) માં નિર કોટડીયા એ પ્રથમ ક્રમ, લોકગીત વિભાગ માં ખુશી પાંડવદરા એ તૃતીય ક્રમ, તેમજ લોકનૃત્ય વિભાગ માં જીલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યા હતા. લોકનૃત્ય માં ૧૨ બહેનો (સુહાના સોલંકી, ક્રિષ્ના મકવાણા, ઉપલ છૈયા, વૃતિ ભીમાણી, પ્રેરી રાખોલિયા, નિરવા ગાજીપરા, જાનવી મેઘનાથી, દિયા ઉનડકટ, ગ્રીવા દેશાઈ, હેમાલી વાઘેલા, આરાધ્યા અંકોલા, યશ્વી કારેલીયા) એ ભાગ લીધો હતો. તે ઉપરાંત હિર કોટડીયા એ સર્જનાત્મક વિભાગમાં અને ચાંદની વારસખીયા એ ભજન વિભાગમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ આપેલ હતું. આમ જીલ્લા કક્ષાએ આ બાળકોએ સમગ્ર મેંદરડા તાલુકાનું તેમજ સિલ્વર સ્ટાર ઇન્ટરનેશનલ સ્કુલનું ગૌરવ વધારેલ છે. માર્ગદર્શન આપનાર શાળાનાં કો-ઓર્ડીનેટર ક્રિષ્નાબેન ચાવડા અને શિક્ષક નમ્રતાબેન જીપ્લોટ તેમજ તમામ બાળકોને શાળાનાં ટ્રસ્ટી શ્રી પરેશભાઈ ડેડાણીયાએ તેમજ આચાર્ય શ્રી હિરેનભાઇ વ્યાસ એ અભિનંદન પાઠવેલ હતા. હવે આ બાળકો પ્રદેશ કક્ષાએ શાળાનું તેમજ જીલ્લાનું નેતૃત્વ કરશે તે બદલ મેંદરડા તાલુકાનાં સામાજીક આગેવાનો દ્વારા પણ શુભકામના પાઠવામા આવેલ છે

અહેવાલ કમલેશ મહેતા મેંદરડા


9924390305
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image