ભાજપ શાસિત રાજકોટ જિ.પંચાયતની સામાન્ય સભામાં સભ્યોએ ઊંધા ફ્લેગ બેઝ લટકાવી વિકાસની ચર્ચા કરી

ભાજપ શાસિત રાજકોટ જિ.પંચાયતની સામાન્ય સભામાં સભ્યોએ ઊંધા ફ્લેગ બેઝ લટકાવી વિકાસની ચર્ચા કરી


જિલ્લા પંચાયતના કુલ 36 સભ્યોમાંથી 25%એ ઊંધા ફ્લેગ બેઝ લટકાવ્યા

રાજકોટ જિલ્લા પંચાયતની આજે સાધારણ સભા મળી હતી જેમાં વડાપ્રધાન મોદીની યોજના તિરંગો ઉત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ તકે તમામ સભ્યો અને અધિકારીઓને ત્રિરંગાના ફ્લેગબેઝ આપવામાં આવ્યા હતાં. આ તમામ સભ્યોએ ફલેગ બેઝ લગાડયા હતા. જેમાંથી મોટા ભાગના સદસ્યોએ ઉંધા ફલેગબેઝ લગાડી રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યુ હતું. આમ છતાં અમુકે તો હસતા મોઢે ફોટા પણ પડાવ્યા હતાં. નોંધનીય છે કે, જિલ્લા પંચાયતના કુલ 36 સભ્યોમાંથી 25% અર્થાત 9 સભ્યો ઊંધા ફ્લેગ બેઝ લટકાવી 'ત્રિરંગા'નું સન્માન ચુકી ગયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »