સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતગણતરી કેન્દ્ર ઉપર કે તેની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધ હુકમો જાહેર
*સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતગણતરી કેન્દ્ર ઉપર કે તેની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કેટલાક પ્રતિબંધ હુકમો જાહેર*
*****
ગુજરાતના રાજ્ય ચૂંટણી આયોગ ધ્વારા મહાનગરપાલિકા/નગરપાલિકા તથા જિલ્લા/તાલુકા પંચાયતોની સામાન્ય/પેટા ચૂંટણી ૨૦૨૫નો ચૂંટણી કાર્યક્રમ તા.૨૧/૦૧/૨૦૨૫ના રોજ જાહેર થયેલ છે. મતગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ હાથ ધરાનાર છે. મતગણતરીના દિવસે સવારે ૦૭:૦૦ કલાકથી મતગણતરી પુરી ન થાય ત્યાં સુધી મતગણતરી પ્રક્રિયામાં કોઈ ખલેલ ન પહોંચે, મુકત, ન્યાયી અને નિષ્પક્ષા રીતે મતગણતરી થઈ શકે તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવી ખુબ જ જરૂરી હોઈ મતગણતરી કેન્દ્રની અંદર તથા મતગણતરી કેન્દ્રની આજુબાજુના વિસ્તારમાં અમુક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવો જરૂરી છે.જેથી કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી. ડૉ.રતનકંવર એચ. ગઢવી ચારણને મળેલ સત્તાની રૂએ સાબરકાંઠા જિલ્લામાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં જે તે તાલુકાના મતગણતરી કેન્દ્રી તથા તેની આજુબાજુ ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં તા.૧૮/૦૨/૨૦૨૫ના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી મતગણતરીની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી કેટલાક પ્રતિબંધક હુકમો જાહેર કરાયા છે.
(1) મતગણતરી કેન્દ્ર ઉપર કે તેની ૧૦૦ મીટરની ત્રિજયાના વિસ્તારમાં કોઈપણ વ્યકિત મોબાઈલ ફોન, સેલ્યુલર ફોન, પેજર, કોર્ડલેસ ફોન, વાયરલેસ સેટ કે અન્ય વિજાણું સંદેશા વ્યવહારના સાધનો લઈ જઈ શકશે નહીં કે તેનો ઉપયોગ પણ કરી શકશે નહીં.
(2) મતગણતરી કેન્દ્રમાં કે તેની આજુબાજુ ૧૦૦ મીટની ત્રિજયામાં કોઈપણ વ્યક્તિ વાહનો સાથે આવી શકશે નહી.
(૩) મતગણતરી કેન્દ્રમાં ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ/મતગણતરી એજન્ટ, તગણતરીની કામગીરી સાથે સંકળાયેલ અધિકારીશ્રી/કર્મચારીશ્રી તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યકિત સિવાયની વ્યક્તિ પ્રવેશ કરી શકશે નહીં
(૪) મતગણતરી કેન્દ્રમાં કોઈપણ વ્યક્તિ રાજકીય પક્ષના પ્રતિકો કે ઉમેદવારોના પ્રતિકો કે કોઈ નિશાનીઓ લાવી શકશે નહીં.
આ હુકમમાં નીચે મુજબ અપવાદ છે.
(1) રાજય ચૂંટણી આયોગ દ્વારા નિમાયેલા નિરીક્ષકશ્રી, અધિક જિલ્લા મેજીસ્ટેરટશ્રી, ચૂંટણી અધિકારીશ્રી, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી, વધારાના ચૂંટણી અધિકારીશ્રી/મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી મુદ્દા નં.-(૧)માં જણાવેલ ઉપકરણ મતગણતરી કેન્દ્ર સુધી લઈ જઈ શકશે, પરંતુ મતગણતરી હોલમાં જવાના પ્રસંગે આવું ઉપકરણ સાઈલન્ટ મોડમાં રાખવાનું રહેશે.
(2) કાયદો અને વ્યવસ્થાના ઈન્ચાર્જ અધિકારીઓ તથ સુરક્ષા કર્મચારીઓ સલામતીની દ્રષ્ટિએ જરૂરી હોય તેવા મુદ્દા નં.-(૧) માં જણાવેલ ઉપકરણ મતગણતરી કેન્દ્ર સુધી લઈ જઈ શકશે., પરંતુ મતગણતરી હોલમાં આવું કોઈ ઉપકરણ લઈ જઈ શકાશે નહીં.
(૩) અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી/ચૂંટણી અધિકારીશ્રી દ્વારા વાહન પરમીટ આપેલ વાહનો મતગણતરી કેન્દ્રના સ્થળ સુધી લાવી શકાશે.
(૪) મતગણતરી માટે નિમણૂક આપેલ અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓને લઈને આવતું વાહન પાર્કીંગ એરીયા સુધી લાવી શકાશે.
(૫) ઉમેદવાર, ઉમેદવારના ચૂંટણી એજન્ટ/ મતગણતરી એજન્ટ પોતાનું વાહન ચૂંટણી અધિકારીશ્રીએ તે માટે નકકી કરેલ એરીયા સુધી લાવી શકશે.
આ હુકમનો ભંગ કરનાર ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે.
************
આ પ્રકારના તમામ સમાચાર માટેે
