મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ખાનપુર અને લુણાવાડા તાલુકામાં વીજ ચેકિંગ - At This Time

મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ખાનપુર અને લુણાવાડા તાલુકામાં વીજ ચેકિંગ


મહીસાગર જીલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ખાનપુર અને લુણાવાડા તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું.મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, વડોદરા દ્વારા મહીસાગર જિલ્લાના ખાનપુર અને લુણાવાડા તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતી. જેમાં કુલ ૨૬ જેટલી વીજ ચેકિંગ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલ.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં કુલ ૫૫૯ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તેમાં ૫૬ વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૯.૩ લાખ જેટલું થાય છે. અને લુણાવાડા તાલુકામાં ૧૦૦ વીજ જોડાણ ચેક કરવામાં આવેલ તેમાં ૧૩ વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડેલ. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૫.૭૫ લાખ જેટલું થાય છે.

આમ મહીસાગર જીલ્લાના ખાનપુર અને લુણાવાડા તાલુકાના કુલ ૬૫૯ જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલ હતા. આ વીજ જોડાણમાંથી કુલ ૬૯ જેટલા વીજ જોડાણોમાં ગેરરિતી અટલે કે વીજ ચોરી કરતાં પકડાયેલ છે. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા ૧૫.૦૫ લાખ જેટલું થાય છે. આમ, મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અચાનક સરપ્રાઈઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image