ભારતીનગરમાં વેપારીના મકાનમાં ચાલતા ટોકન આધારીત જુગાર પર દરોડો: સાત શખ્સો ઝડપાયા - At This Time

ભારતીનગરમાં વેપારીના મકાનમાં ચાલતા ટોકન આધારીત જુગાર પર દરોડો: સાત શખ્સો ઝડપાયા


ભારતીનગરમાં વેપારીના મકાનમાં ચાલતા ટોકન આધારીત જુગાર પર દરોડો પાડી સાત શખ્સોને ક્રાઇમ બ્રાંચ ટીમે દબોચી રૂા.43 હજારની રોકડ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પરેશ છૈયા નામનો વેપારી બે દિવસથી જુગાર રમાડતો હોવાનું સામે આવ્યું હતું.
દરોડાની વિગત મુજબ ક્રાઇમ બ્રાંચ પીઆઇ એન.આર. ગોંડલીયા, એન.એલ. ડામોરની રાહબરીમાં એન.કે. મોવલીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે રણજીતસિંહ પઢારીયાને મળેલ બાતમીના આધારે કોઠારીયા રોડ નંદા હોલ પાસે ભારતીનગર શેરી નં.1માં રહેતો પરેશ છૈયાના મકાનમાં જુગાર ક્લબમાં દરોડો પાડી પતાટીંચતા પરેશ છૈયા, કિરણ ચૌહાણ-રહે. ભારતીનગર-1, ભાવિન સેદાણી-રહે. હુડકો ક્વાર્ટર, કોઠારીયા મેઇન રોડ, રાજેશ ગોહેલ-રહે. ભારતીનગર-1, સંજય લાંબા-રહે. ભારતીનગર-1, મહિપાલસિંહ ઝાલા-રહે. કલ્યાણનગર શેરી નં.1, અને પંકજ ઢોલરીયા-રહે. શ્રીરામ પાર્ક શેરી નં.2ને દબોચી રોકડ અને ટોકન મળી રૂા.43 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.