વડનગર ખાતે આવેલુ કોઠાવાળી અંબાજી માતાજી નું મંદિર નવરાત્રી ના આઠમ ના દિવસે ઘર્મપ્રેમી જનતા દર્શન કરવા થી મનોકામના પૂર્ણ થયા - At This Time

વડનગર ખાતે આવેલુ કોઠાવાળી અંબાજી માતાજી નું મંદિર નવરાત્રી ના આઠમ ના દિવસે ઘર્મપ્રેમી જનતા દર્શન કરવા થી મનોકામના પૂર્ણ થયા


આજે આસો સુદ આઠમ એટલે દુર્ગાષ્ટમી કહેવાય અને એની સાથે સોમવાર અને અાઠમ બન્ને ના સમન્વય થાય તો શિવ અને શક્તિ ની ઉપાસના કરે એટલે શરીરમાં અંતરમન ઉર્જા વાન બની શકે. એટલે ઉત્તર ગુજરાતમાં આવેલુ મહેસાણા જિલ્લાનું ઐતિહાસિક પૌરાણિક નગરી વડનગર એટલે મહાપુરુષો અને સંતો ની ભૂમિ પર શ્રી કોઠાવાળી અંબાજી માતાજી નું મંદિર આવેલું છે તેમાં માં જંગદબા નુ પ્રાગટ્ય ઉત્સવ યાજ્ઞવલ્કય રૂષિ દ્રારા કરવામાં આવ્યો હતો
તેમાં યાજ્ઞવલ્કય રૂષિ દ્રારા "વેરુ" ની બે મૂર્તિ ઓની પ્રતિમા બનાવવા આવી હતી અને એ મૂર્તિ ને પ્રસ્થાપિત કરવા આવી હતી તેથી માં જંગદબા એ મહિસાસૂર મરદનીનાસ્વરૂપ માં છે .અને આ કોઠાવાળી અંબાજી માતાજી નું મંદિર માં ચાર નવરાત્રી ઉજવણી કરવામાં આવી છે મુખ્ય ચૈત્રી અને (શારદીય નવરાત્રિ) આસો ની નવરાત્રી અંદર એકમ થી આઠમ સુઘી માં ભગવતી અંખડ ઘૂન નું આયોજન કરવામાં આવે છે અાસો સુદ આઠમ ના દિવસે યજ્ઞ શાળા યજ્ઞ કરી ને માં જંગદબા ને આહુતિ આપવામાં આવે છે અને દરેક જીવસૃષ્ટિ નું આરોગ્ય તંદુરસ્ત રહે તેવી પ્રાર્થના કરવામાં આવે છે તંદ
ઉપરાંત આસો સુદ તેરસ ના દિવસે માં જંગદબા નવચંડી યજ્ઞ કરવામાં આવે છે અને ભાવિભકતો મોટી સંખ્યામાં ઉમટી આવી દર્શન પ્રાર્થના કરી ને અંતરમન મનોકામના પૂર્ણ થયા
આ શ્રીકોઠાવાળી અંબાજી માતાજીનું મંદિર ખાતે શ્રાવણ સુદ પૂર્ણિમા ના દિવસે મેળો ભરાય છે અને આ અંબા અને બહુચર મેવાડા સુથાર સમાજ, લેઉવા પાટીદાર સમાજ ની શાખે ભડા, માળી (રામી) સમાજ ની કુળદેવી છે અને પોષ સુદ પૂર્ણિમા ના માં અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે ગુરુપૂર્ણિમા ના દિવસે ગુરૂગાદી આપેલી છે તે દિવસે ગુરુ પૂજન દત્તબાવની ,પાઠ કરવામાં આવે છે હોળી પર રંગ ઉત્સવ કરવામાં આવે છે દર પૂર્ણિમા ના દિવસે આ મંદિર માં રાત્રી ૯થી૧૨ ભજન પણ કરવામાં આવે છે આ આ મંદિર નવરાત્રી , મેળો,ભજન, હોળી રંગ ઉત્સવ કે માં અંબા અને માં બહુચર ના પ્રાગટ્ય દિવસે યજ્ઞ, ભજન જેવા કાર્યક્રમો નુ આયોજન કરવા માટે ૧૩ સભ્યો ની કમિટી બનાવવામાં આવી છે અને આ વડનગર માં શ્રી કોઠાવાળી અંબાજી માતાજી નું મંદિર નો મહિમા પુરાણો ના યજ્ઞવલ્ક રૂ ષિ સાથે જોડાયેલા છે તો વડનગર માં જ અંબા અને બહુચર એટલે શ્રી કોઠાવાળી અંબાજી માતાજી નું મંદિર પણ જાગૃત જગ્યા છે તો દરેક મહામાનવી ઓ આ મંદિર ના દર્શન કરો તો દરેક ની મનોકામના પૂર્ણ થયા શ્રી કોઠાવાળી અંબાજી માતાજી મંદિર ના પુજારી પ્રશાંત ભાઈ જોષી શું કહે છે તે સાંભળો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon