મહુવા : સંત પૂ.બજરંગદાસબાપાની તિથિ હોવાથી બગદાણામાં કાલે પૂજ્ય બજરંગદાસ બાપાના દર્શનાર્થે ભાવિકો ઉમટશે - At This Time

મહુવા : સંત પૂ.બજરંગદાસબાપાની તિથિ હોવાથી બગદાણામાં કાલે પૂજ્ય બજરંગદાસ બાપાના દર્શનાર્થે ભાવિકો ઉમટશે


(રિપોર્ટ ભુપત ડોડીયા બગદાણા)

સંત પૂ.બજરંગદાસબાપાની તિથિ હોવાથી બગદાણામાં કાલે પૂજ્ય બજરંગદાસ બાપાના દર્શનાર્થે ભાવિકો ઉમટશે

બગદાણા ગુરૂઆશ્રમમાં તા.૧૭ને શુક્રવારે પૂજ્ય બજરંગદાસ બાપાની તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે પૂજ્ય બાપાને શિશ નમાવવા અને આશીર્વાદ પ્રાપ્ત કરવા વિશાળ સંખ્યામાં ભાવિક મહેરામણ ઉમટશે.

આજે સાંજથી બે દિવસ દરમિયાન ભાવનગર,તળાજા, મહુવા, પાલિતાણા ડેપોદ્વારા ૨૦ એકસ્ટ્રા બસ દોડાવશે

તા. ૧૭-૧ના રોજ બગદાણા ખાતે ને પરમ પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાની તિથિ નિમિત્તે ભાવિકોને જાહેર પરિવહન સેવાનો લાભ મળી રહે તે હેતુથી ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભાવનગર વિભાગ

દ્વારા એકસ્ટ્રા કસ્ટ્રા બસ દોડાવાશે. જે મુજબ તા. ૧૬-૧ના રોજ સાંજથી તા. ૧૭-૧ની સાંજ સુધી ભાવનગર, તળાજા, મહુવા, પાલિતાણા ડેપો દ્વારા એકસ્ટ્રા ૨૦ બસોનું આયોજન કરવામાં આવ્યું છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image