ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં એસટી ડેપોમાં બસનાં રૂટનો ટાઈમ બદલવાનો નિર્ણય લેતા મુસાફરો થશે પરેશાન જે ટાઈમ છે એ રહેવા દેવાં મુસાફરોએ કરી માંઞ
.
ઞીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર ડેપો ની " કૃષ્ણનગર - કોડીનાર " રુટ નો સમય બદલવા ની હિલચાલ નો વિરોધ,
ડોળાસા તા.૫, કોડીનાર એસ.ટી.ડેપો ની સૌથી વધુ કમાણી કરતી " કોડીનાર - કૃષ્ણનગર " છે.આ બસ રૂટ નો પરત ફરતા વખત નો સમય બદલવા ની હિલચાલ શરૂ થતા રોજ આ બસ રૂટ માં મુસાફરી કરતા મુસાફરે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી સમય બદલવા નો વિરોધ કર્યો છે.
કોડીનાર ડેપો ની " કોડીનાર - કૃષ્ણનગર " બસ કોડીનાર થી સવારે ૭:૩૦ કલાકે ઉપડે છે.આ બસ માં કોડીનાર થી ઉના,,ખાંભા અને અમરેલી ના મુસાફરો રોજ આવન જાવન કરે છે. આ ઉપરાંત કોડીનાર તાલુકા ની ૨૦૦ થી વધુ દીકરીઓ અમરેલી ભણે છે.તેથી દીકરીઓ ના વાલીઓ ને અમરેલી જવાનું થાય છે.ત્યારે આ બસ માં જ મુસાફરી કરે છે.જે સવારે અગિયાર વાગ્યે અમરેલી પહોંચે છે.તે પ્રમાણે કોડીનાર, ડોળાસા ના કેટલાક લોકો ખાંભા ફરજ બજાવે છે, જે પણ સમયસર પહોંચે છે.ત્યાં સુધી બધું બરાબર છે.
તેજ પ્રમાણે સામે થી ઉપડતી કૃષ્ણનગર ( અમદાવાદ ) આ બસ કોડીનાર આવવા સવારે ૭,૧૫ મિનિટે ઉપડે છે,જે બપોરે ત્રણ વાગ્યે અમરેલી પહોંચે છે.જે વાલીઓ અમરેલી ભણતી દીકરીઓ ને મળવા સવારે અગિયાર વાગ્યે આવે છે.જેને ત્રણ વાગ્યે કૃષ્ણનગર કોડીનાર બસ મળી જાય છે.ખાંભા નોકરી કરતા લોકો ને ખાંભા થી આ બસ પાંચ વાગ્યે મળી જાય છે.આ આ એક રૂટ ની બસ અનેક લોકોને આવન જાવન માં ખુબ અનુકૂળ છે.પણ કૃષ્ણનગર થી કોડીનાર આવવા નો સમય સવારે ૭.૧૫ ને બદલે વહલી સવારે ૫ વાગ્યા નો કરવા ની હિલચાલ શરૂ થતાં અમરેલી,,ખાંભા ,,ઉના રોજ માટે અપ ડાઉન કરતા લોકો બિલકુલ અનુકૂળ નથી,અને આ સમયે કોડીનાર આવવા આ સમયે બીજી બસ પણ નથી.આમ આ બસ રૂટ નો સમય બદલાયો તો અનેક મુસાફરો રઝળી પડશે.
આ બાબતે કોડીનાર ના તુષારસિંહ એમ.ચાવડાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી " કૃષ્ણનગર - કોડીનાર " બસ રૂટ નો સમય યથાવત રાખવાની માંગ કરી છે.
પ્રેસ રિપોર્ટર ડિ કે વાળા ઞીર ગઢડા ઞીર સોમનાથ
8780138711
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.