ખેલો ઇન્ડિયા દ્વારા પ્રમાણિત શૂટિંગ સેન્ટરના ઉદ્ઘાટનની સાથે-સાથે સુરતની ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીએ "ખેલો શૂટિંગ" નામક ભારત દેશનું સૌપ્રથમ શૂટિંગ સ્પોર્ટ્સ મેગેજીન પ્રકાશિત કર્યું - At This Time

ખેલો ઇન્ડિયા દ્વારા પ્રમાણિત શૂટિંગ સેન્ટરના ઉદ્ઘાટનની સાથે-સાથે સુરતની ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીએ “ખેલો શૂટિંગ” નામક ભારત દેશનું સૌપ્રથમ શૂટિંગ સ્પોર્ટ્સ મેગેજીન પ્રકાશિત કર્યું


ખેલો ઇન્ડિયા દ્વારા પ્રમાણિત શૂટિંગ સેન્ટરના ઉદ્ઘાટનની સાથે-સાથે સુરતની ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીએ "ખેલો શૂટિંગ" નામક ભારત દેશનું સૌપ્રથમ શૂટિંગ સ્પોર્ટ્સ મેગેજીન પ્રકાશિત કર્યું.
ગુજરાતમાં વસતા લોકોમાં શૂટિંગ સ્પોર્ટ્સ વિશેની જાગૃતિ આવે તેમજ 10 વર્ષના બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકો શૂટિંગ નામની આ રમતમાં જોડાઈને કેવી રીતે પોતાની કારકિર્દીને એક નવી દિશા અર્પી શકે તે હેતુથી સુરતના વરાછા વિસ્તારમાં સ્થિત "ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમી" એ તારીખ ૧૫ જૂન ૨૦૨૪ ના રોજ શનિવારે "ખેલો શૂટિંગ" નામક ભારત દેશના સૌપ્રથમ શૂટિંગ સ્પોર્ટ્સ મેગેજીનનું વિમોચન કર્યું હતું. વધુમાં સુરતની ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીને... ખેલ મંત્રાલયના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની યોજના હેઠળ અધિકૃત "ખેલો ઈન્ડિયા ડિસ્ટ્રિક્ટ શૂટિંગ સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર" ની માન્યતા મળી છે જેનો ઉદ્ઘાટન સમારોહ પણ આ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવ્યું હતું.

એકેડમીના ફાઉન્ડર વિમલભાઈ રાજ્યગુરૂ જણાવે છે કે ભારત દેશના સૌપ્રથમ શૂટિંગ સ્પોર્ટ્સ મેગેજીન જેનું નામ ખેલો શૂટિંગ છે તેને તૈયાર થતા અંદાજિત ૩ વર્ષનો સમય લાગ્યો હતો જેમાં એકેડમીના ડિરેક્ટર દિવ્યેશ ગેડીયા, એકેડમીના કોચ સાઈ ચેવલી, મેગેજીનના લેખક ડૉ.અભિજીતસિંહ રાજપૂત, ડિઝાઈનર જતીન કાટેલીયા તેમજ ફોટોગ્રાફર રાઘવ ભટ્ટનો ફાળો ખુબ જ મહત્વનો રહ્યો છે.

એકેડમી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રી દિનેશભાઇ નાવડીયા, હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ ડૉ. પ્રફુલભાઇ શિરોયા ( પ્રમુખ લોક દ્રષ્ટી આઇ બેન્ક , રેડ ક્રોસ બ્લડ સેન્ટર , સક્ષમ ગુજરાત ના સહસાયોજક )ડૉ. વજુભાઇ માવાણી, ડો દિપકભાઈ રાજ્યગુરુ , ACP જાહીદ ખાન પઠાણ સાહેબ તેમજ સુરત જિલ્લાના DSDO શ્રી કનુભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.
જેમણે એકેડમીના નેશનલ કક્ષાના તમામ શૂટર્સનું સન્માન કર્યું હતું સાથે સાથે કાર્યક્રમ માં ઉપસ્થિત તમામ નિશાનેબાજોને શૂટિંગની રમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કાર્ય હતા.
"ટાર્ગેટ રાઇફલ શૂટિંગ એકેડમીને" દેશના સૌપ્રથમ શૂટિંગ સ્પોર્ટ્સ મેગેજીન એવા "ખેલો શૂટિંગ" મેગેજીન પ્રકાશિત કરવા બદલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રમતગમત મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રીશ્રી સી.આર.પાટીલ , શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરિયા તેમજ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સીટીના કુલપતિ ડૉ.અર્જુનસિંહ રાણાએ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી,


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.