લોકસાહિત્યકાર બાલકૃષ્ણ દવે 2024 નો એવોર્ડ પ્રખર ભજનીક નિરંજનીભાઈ પંડ્યાને એનાયત
લોકસાહિત્યકાર બાલકૃષ્ણ દવે 2024 નો એવોર્ડ પ્રખર ભજનીક નિરંજનીભાઈ પંડ્યાને એનાયત
ચિતલ લોકસાહિત્યકાર બાલકૃષ્ણ દવે 2024 નો એવોર્ડ પ્રખર ભજનીક નિરંજનીભાઈ પંડ્યાને એનાયત
ડો. રતિભાઈ મહેતા માનવ મંદિર ના પૂજ્ય ભક્તિરામ બાપુ અશ્વિનભાઈ સાવલિયા ડો.રાજેશ પટેલ શશીભાઈ મોદી ની ઉપસ્થિતિ માં એવોર્ડ અર્પણ
ચિતલ વિદ્યા ભારતી ટ્રસ્ટ પ્રેરિત બાલકૃષ્ણ દવે સાહિત્ય સભા દ્વારા અમેરિકા સ્થિત ડો. રાજેશભાઇ પટેલ અને ડો. ઉષાબેન પટેલ ના સહયોગથી બાલકૃષ્ણ દવેના જન્મદિવસ નિમિત્તે લોક સાહિત્યકાર બાલકૃષ્ણ દવે એવોર્ડ 2024 ડોક્ટર રાજેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને એનાયત કરવામાં આવે આ સમારોહનું ઉદ્ઘાટન લોક સાહિત્ય સેતુ અમરેલી જિલ્લાના પ્રમુખ મહેન્દ્રભાઈ જોશીના હસ્તે સમારોહ નો પ્રારંભ કરવામાં આવેલ આ પ્રસંગે માનવ મંદિર સાવરકુંડલાના મહંત પૂજ્ય ભક્તિરામ બાપુ ગાયત્રી સંસ્કારધામ ચલાળાના પૂ. રતિભાઈ મહેતા એ આશીર્વાદ પાઠવેલ હતા આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા ,ખોડલધામ સમાધાન પંચના અધ્યક્ષ મનુભાઈ દેસાઈ, અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સુરેશભાઈ પાથર, વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા ઉપપ્રમુખ વિજયભાઈ દેસાઈ, જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ દેસાઈ, કાળુભાઈ ધામી, લોકસાહિત્યકાર કૌશિક દવે, લોકસેવક હનુભાઈ વાળા ,અમરેલી જીવરાજ મહેતા ટ્રસ્ટ ના ટ્રસ્ટી મોટાભાઈ સવટ,ગુજરાતી ચલચિત્ર ના બીજુદુ મહેતા,લેખક શશીભાઈ મોદી મુંબઈ,વગેરે ઉપસ્થિત રહેલ.
આ સમારોહમાં પ્રખર ભજનીક નિરંજનાય પંડ્યા ને બાલકૃષ્ણ સાહિત્ય સભા પ્રમુખ ઈતેશભાઈ મહેતા મંત્રી હસુભાઈ મહેતા એડવોકેટ રાજેશ્વરી રાજ્યગુરુ રમેશ પારેખ સાહિત્ય વર્તુળ વતી હરજીવન દાફડા સ્નેહી પરમાર સૌરભ સંસ્થાન રાજુલા શશીભાઈ રાજ્યગુરુ બાલમુકુંદ ધરાય હવેલી ધર્મેશભાઈ જોશી રામામંડળ ચિત્તલ નરૂભાઈ પંડ્યા ચેમ્બર ઓફ કોમર્સ ચિતલ સુખદેવસિંહ સરવૈયા અશોકભાઈ મોદી દેસાઈ પરિવાર મનુભાઈ દેસાઈ વિજયભાઈ દેસાઈ ભરતભાઈ દેસાઈ જે.બી. દેસાઈ વૈષ્ણવ સંપ્રદાય ચિતલ વતી અશોકભાઈ નિર્મળ વિપુલભાઈ જોશી વિનય ગ્રુપ મનસુખભાઈ નાડોદા મોક્ષધામ યુવક મંડળ જશવંત ભાવેશભાઈ દેસાઈ એકતા શરાફી મંડળી રંજનબેન ડાભી વિશ્વ હિન્દુ પરિષદ ચિતલ રમેશભાઈ સોરઠીયા , સહકારી મંડળી સુરેશ ભાઈ તળાવિયા, ગાયત્રી મહીલા મંડળ વતી રમાબેન ચાવડા, રંજન બેન બાબરીયા, નેત્રયજ્ઞ સમિતિ વતી બિપીન ભાઈ દવે,દિનેશભાઈ મેસીયા વગેરે સંસ્થાઓ દ્વારા નિરંજનભાઇનું સન્માન કરવામાં આવેલ
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.