ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નં પ્લેટ ટુ વ્હીલર બંધ કરવા પોલીસ કમિશ્નર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું. - At This Time

ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નં પ્લેટ ટુ વ્હીલર બંધ કરવા પોલીસ કમિશ્નર શ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું.


રિક્ષા ચાલકોને ખોટી હેરાનગતિ બંધ કરવા બાબત.. અને ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ટુ વ્હીલર બંધ કરવા બાબતે .

પોલીસ કમિશનર સાહેબ શ્રી ને આવેદનપત્ર તેમજ જે.સી.પી સાહેબને આવેદનપત્ર આપવા બાબત.. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા આજરોજ યુનિયનના કારોબારી કમિટી મેમ્બર પોલીસ કમિશનર સાહેબ શ્રી ની ઓફિસ ખાતે આવેદનપત્ર રૂબરૂ લેખિતમાં તેમજ મૌખિક રજૂઆત કરવા માટે ગયા હતા. જેમાં (૧) હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા જે રિક્ષાચાર લોકોને ખોટી હેરાનગતિ કરવામાં આવી રહી છે તે બંધ કરવામાં આવે. (૨) શટલ સેરીંગ રીક્ષા ઉપર કાર્યવાહી કરવાના બદલે મીટરથી કાયદેસર ધંધો કરવા વાળા રીક્ષા ચાલકોને ખોટી હેરાનગતિ બંધ કરવામાં આવે. (૩) ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ટુવિલર બંધ કરવામાં આવે. .
ઉપરોક્ત બાબતે રૂબરૂ આવેદનપત્ર આપવા તેમજ લેખિત આવેદનપત્ર આપેલ છે. જેમાં અમદાવાદ આરટીઓ સાહેબ દ્વારા પરિપત્ર આપવામાં આવ્યો છે જે કાર્યવાહી આરટીઓ દ્વારા કરવામાં આવતી હતી એ જ કાર્યવાહી અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પણ ગેરકાયદેસર ટુ-વ્હીલર ઉપર 10,000 રૂપિયા દંડ લેવામાં આવે તેવો પત્ર અધિક પોલીસ કમિશનર શ્રી ટ્રાફિક શ્રી ને આપવામાં આવેલ છે તેની કોપી પણ અમો તેમને આપીને આવ્યા છીએ જેથી હવે ટ્રાફિક પોલીસ પણ આવા સફેદ નંબર પ્લેટ વાળા ટુ વ્હીલર ઉપર કાર્યવાહી કરવામાં આવશે. પ્રમુખ વિજય મકવાણા

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.