બનાસકાંઠા દાંતા તાલુકાના અનેક ગામોમાં સરકારી અનાજ ઓછું મળતું હોવાના ગામ લોકોએ લગાવ્યા આક્ષેપ - At This Time

બનાસકાંઠા દાંતા તાલુકાના અનેક ગામોમાં સરકારી અનાજ ઓછું મળતું હોવાના ગામ લોકોએ લગાવ્યા આક્ષેપ


દાંતા તાલુકાના અનેક ગામોમાં સરકારી અનાજ ઓછું મળતું હોવાના ગામ લોકોએ લગાવ્યા આક્ષેપ

એક પણ સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકને મળતા જથ્થાની કુપન કે પરચી કેમ નહીં ??

અંગુઠો આપ્યા બાદ દરેક ગ્રાહક ના મોબાઈલ મા આવતો જથ્થા નો મેસેઝ કેમ બંદ કરી દેવાયો?

ત્રિપુટી દ્વારા માનિતા લોકોને કરવામાં આવે છે પૈસાનો વ્યહવાર ?

બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર દાંતા તાલુકામાં ગરીબ લોકોને મળતા અનાજમાં કપાત થતો હોવાની બુમરાડ ઉઠી છે ઘણા એવા ગામો છે જયાં લોકોને એ પણ નથી ખબર કે અમને સરકાર દ્વારા કેટલું અનાજ આપવામાં આવે છે અગાઉ પણ આ સરકારી અનાજ ના જથ્થાને સગેવગે કરતા બાઘળ બીલ્લાઓને અમદાવાદ ક્રાઇમબ્રાન્ચ દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા તેવામાં દાંતા તાલુકાની ગરીબ અને ભોળી પ્રજાએ લગાવેલા આક્ષેપ પ્રમાણે તાલુકાની દરેક સસ્તા અનાજ ની દુકાનોમાં જવાબદાર અધિકારી દ્વારા ઓચિંતાની તપાસ હાથ ધરવામાં આવે તો દૂધ નું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon