કચ્છ માંડવીના કોડાય ગામેથી આધાર-પુરાવા વગરનો હર્બલ ટોનીક નશાકારક આર્યુવેદિક શીરપ નો જથ્થો પકડી પાડતી માંડવી પોલીસ - At This Time

કચ્છ માંડવીના કોડાય ગામેથી આધાર-પુરાવા વગરનો હર્બલ ટોનીક નશાકારક આર્યુવેદિક શીરપ નો જથ્થો પકડી પાડતી માંડવી પોલીસ


માંડવી: માંડવીના કોડાય ગામેથી આધાર-પુરાવા વગરનો હર્બલ ટોનીક નશાકારક આર્યુવેદિક શીરપ નો જથ્થો પકડી પાડવામા આવ્યો હતો તેમા મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, જે.આર.મોથાલીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજ સૌરભસિંઘ સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જીલ્લામાં પ્રોહીબિશનના સફળ કેશો શોધી કાઢવા સુચના આપેલ જે અન્વયે જે.એન.પંચાલ, નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી ભુજ વિભાગ ભુજનાઓના માર્ગદર્શન હેઠળ માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એન.કે.રબારી
સાહેબ નાઓ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ સાથે પેટ્રોલીંગમાં હતા.
તે દરમ્યાન એન.કે.રબારી પોલીસ ઇન્સપેકટર નાઓને સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત મળેલ કે, કરશનભાઇ હરજીભાઇ ગઢવી રહે. કોડાય તા.માંડવી-કચ્છ વાળો પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં હર્બલ ટોનીકની પ્લાસ્ટીકની બોટલો રાખી વેચાણ કરે છે. જેથી
મજુકરના કબ્જા ભોગવટાના મકાને જઇ તપાસ કરતા હર્બલ ટોનીક નશાકારક આર્યુવેદિક શીરપની બોટલો નંગ-૧૦,૯૦૦/- જેની કિંમત રૂા.૫,૪૫,૦૦૦/- ગણી કારદેસરની કાર્યવાહી કરેલ છે.આરોપીનુ નામ કરશનભાઇ હરજીભાઇ ગઢવી ઉ.વ.૪૭ રહે. કોડાય માંડવી-કચ્છ ને ઝડપી પડ્યો હતો તેની પાસેથી
કબ્જે કરેલ મુદ્દામાલ:- હર્બલ ટોનીક નશાકારક આર્યુવેદિક શીરપની બોટલો નંગ-૧૦,૯૦૦/- કી.રૂા.૫,૪૫,૦૦૦/-
ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર એન.કે.રબારી તથા પો.હેડ.કોન્સ.લીલાભાઇ દેસાઇ, સંજયકુમાર ચૌધરી, મેહુલભાઇ
જોષી, પરેશભાઇ આમર, પો.કોન્સ.ભગીરથસિંહ ડાભી, ભાર્ગવભાઇ ચૌધરી, નિતેષભાઇ ચૌધરી તથા કીરણભાઇ ચૌધરી એ રીતેના પોલીસ
સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ.

ધીરજ સિજુ-9137617143
એટ ધીસ ટાઈમ ન્યૂઝ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.