પંચમહાલ- LCB પી.આઈ એન.એલ. દેસાઈને પાવાગઢ મંદિરના આભુષણોની ચોરીનો ભેદ ઉકેલવાની પ્રંશસનીય કામગીરી બદલ વિધાનસભાના ઉપાધ્યક્ષના હસ્તે સન્માનિત કરાયા - At This Time

પંચમહાલ- LCB પી.આઈ એન.એલ. દેસાઈને પાવાગઢ મંદિરના આભુષણોની ચોરીનો ભેદ ઉકેલવાની પ્રંશસનીય કામગીરી બદલ વિધાનસભાના ઉપાધ્યક્ષના હસ્તે સન્માનિત કરાયા


ગોધરા,
પંચમહાલના શહેરા ખાતે આયોજીત જીલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ધામધુમથી ઉજવણી કરવામા આવી હતી. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષના હસ્તે પંચમહાલ પોલીસના એલસીબી શાખાના પોલીસ ઈન્સ્પેક્ટર એન.એલ.દેસાઈને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામા આવ્યા હતા.પંચમહાલ સહિત સમગ્ર ગુજરાતમા ચકચાર જગાવનારા અને યાત્રાધામ પાવાગઢ મંદિરમા બિરાજમાન મહાકાળી માતાજીના શણગારના આભુષણો ચોરીની બનાવનો ભેદ ખુબ જ ઝીણવટપુર્વક રીતે તપાસ કરી ઉકેલી કાઢી આરોપીને સુરત જીલ્લામાંથી ઝડપી પાડ્યો હતો.
પંચમહાસ જીલ્લાના શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતે 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી ધામધુમથી કરવામા આવી હતી.પંચમહાલ જીલ્લામા વિવિધ ક્ષેત્રમા શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મચારીઓને પણ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માનપત્ર આપીને સન્માનિત કરવામા આવ્યા હતા. પંચમહાલ પોલીસ વિભાગના બાહોશ અધિકારીને પણ સન્માનિત કરવામા આવ્યા હતા. પંચમહાલ જીલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટકર એન.એલ.દેસાઈને પણ સન્માનિત કરવામા આવ્યા હતા. પંચમહાલના જાણીતા યાત્રાધામ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના આભુષણોની ચોરીની ઘટના બની હતી.આ ગુનો પડકાર રુપ હોય તેમ છતા પીઆઈ એન.એલ.દેસાઈએ નિષ્ઠાથી અને ઝીણવટ પુર્વક તપાસ કરીને આરોપી વિદુરભાઈ વસાવાને સુરત જીલ્લાના ઉમરપાડાથી ઝડપી પાડ્યો હતો. આમ ગણતરીના દિવસોમા ભેદ ઉકેલી કાઢવામા સફળતા મળી હતી. વધુમા ગોધરા શહેરમા તરખાટ મચાવતી સીકલીગર ગેંગના મુખ્ય સુત્રધાર મલીન્દર સિંહ ઉર્ફ મલ્લીને ચોરીના દાગીના સાથે ઝડી પાડીને આઠ ગુનોનો ભેદ ઉકેલ્યો હતો. સાથે સાથે ટીંબા ગામે આવેલા જવેલર્સમા 30 લાખના ચોરીના બનાવમા આરોપી દિલદાર સિંહ બાવરી અને અન્ય આરોપી તારસિંહ સરદારને વડોદરા ખાતેથી દબોચી લીધા હતા. આમ ચોરીના ગુનાના ભેદ ઉકેલી પ્રંશસનીય કામગીરી કરવા બદલ શહેરા ના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે સન્માનપત્ર આપીને સન્માનિત કરવામા આવ્યા હતા.પંચમહાલ પોલીસના અધિકારીઓ,કર્મચારીઓ દ્વારા તેમને શુભેચ્છા પાઠવામા આવી હતી.

રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image