ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ.

ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ.


ભરૂચ જિલ્લા માટે ગૌરવની ક્ષણ.

સુશાસન થકી જન જન સુધી યોજનાકિય લાભો પહોચાડવા બદલ જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં પસંદગી પામ્યા

ગૌરવની ક્ષણ એટલા માટે કે, સુશાસન થકી જન જન સુધી યોજનાકિય લાભો પહોચાડવા બદલ જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરા બ્યુરોક્રેટ્સ ઓફ ઈન્ડિયા દ્વારા વર્ષ-૨૦૨૨ માટે શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં પસંદ પામ્યા છે.

દેશના પ્રથમ ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે ભારતીય સનદી કર્મચારીઓ માટે કહ્યું હતું કે "તમે ભારતીય સેવાઓમાં પાયા સમાન છો. આ સેવાનું ભાવિ તમારા ચારિત્ર્ય અને ક્ષમતાઓ દ્વારા તમારા દ્વારા નખાયેલા પાયા અને પરંપરાઓ પર નિર્ભર રહેશે. આ અવતરણ ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. તુષાર સુમેરાએ સાચા અર્થમાં સાબિત થઈ છે. તેમણે સાચા અર્થમાં સુશાસન થકી જન જન સુધી સરકારી યોજનાઓના લાભો જિલ્લાના નાગરીકોને ઘેર ઘેર પહોચાડ્યા છે.

*કેમ થઈ શ્રેષ્ડ સનદી અધિકારીઓની યાદીમાં સમાવેશ થયો તેની ઝાંખી.....
શ્રી તુષાર સુમેરાની કારર્કિદીની શરૂઆત : ગુજરાતની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષક બનવાથી લઈને તેમના ગુજરાત કેડરમાં IAS બનવા સુધી ૨૦૧૨ બેચના અધિકારી ડૉ. તુષાર સુમેરાનું જીવન ઘણા ઉમેદવારો માટે પ્રેરણારૂપ છે.

તેમના નેતૃત્વ હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્રે ચાર રાષ્ટ્રીય યોજનાઓ હેઠળ જિલ્લાના ૧૦૦ ટકા લાભાર્થીઓને આવરી લીધા છે. આ યોજના વિધવાઓ અને વરિષ્ઠ નાગરિકો માટે હતી. તેમણે લાભાર્થીઓને ઓળખવા અને નોંધણી કરવા માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબરો સાથે “ઉત્કર્ષ પહેલ” નામથી ડ્રાઈવ શરૂ કરી હતી. વધુમાં તેમણે “ઉત્કર્ષ સહાયક” નામના વિદ્યાર્થી સ્વયંસેવકો સાથે, તેમણે લાભાર્થીઓને ફોર્મ ભરવામાં મદદ કરીને અનોખી પહેલ કરી ઉમદા કામ કર્યું છે.

વધુમાં ઉત્કર્ષ સમારોહ દરમ્યાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ ઉમદા કાર્ય માટે શ્રી સુમેરાની સુશાસન થકી ઘરે ધરે જઈ છેવાડાના નાગરિકોને પણ કેન્દ્ર સરકાર અને રાજ્યની વિવિધ યોજનાઓના લાભ પહોચાડવાના અભિયાનની પ્રશંસા કરી હતી.

આ ઉપરાંત તેમણે જૂન 2022માં 'માય લિવેબલ ભરૂચ' પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે. તે સ્થાનિક સમુદાયોની મદદથી ભરૂચ શહેરમાં સ્વચ્છતા અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવા માટેની એક મોટી ઝુંબેશનો પ્રારંભ છે.

આજના ખાસ રાષ્ટ્રીય કિશોરી દીન નિમિત્તે સુશાસનની નવી પહેલ સ્વરૂપે “કિશોરી ઉત્કર્ષ પહેલ”ના અનોખા અભિયાનનો પણ શુભારંભ કરાવી સ્ત્રીસશકિતકરણના હેતુને ચરિતાર્થ કરવાનો નિર્ધાર વ્યકત કર્યો છે.

વર્ષ ૨૦૨૨માં ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક પરિચય કરાવનાર ભરૂચ દેશનો પ્રથમ જિલ્લો બન્યો હતો. ડિસ્ટ્રિક્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન ફ્રેમવર્ક થકી સુનિશ્ચિત થયું કે સ્ટાર્ટઅપ પરની કેન્દ્ર સરકારની યોજનાઓ સ્ટાટઅપ વડે જિલ્લાના અંતરયાળ વિસ્તારના ગામડાઓ તેમજ આદિવાસી યુવાનો સુધી પહોંચાડી રોજગારીની નવી તકોથી પુરી પાડી. આ અભિયાન થકી જિલ્લાના યુવાનોને રોજગારી તથા તેમને મળતી નવી તકોથી વાકેફ કરવામાં આવ્યા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »