બરવાળા પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી - At This Time

બરવાળા પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી


(રીપોર્ટર: ચિંતન વાગડીયા)
બરવાળા પોલીસ સ્ટેશન ના થાણા અધિ શ્રી પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી પંચાલ સાહેબના માર્ગદર્શન હેઠળ WAHC બિંદિયાબેન સી. માંડલીયા તેમજ WALR આરતીબેન એસ. સોલંકી નાઓ દ્વારા એકલવાયું જીવન જીવતા મહિલા સિનિયર સિટિઝનો કે જેઓ પોતાની વૃદ્ધાવસ્થાના છેલ્લા વર્ષો પસાર કરી રહ્યા છે અને જેઓના પરિવારમાં આગળ પાછળ કોઈ જ વ્યક્તિ ન હોય તેવા મહિલા સિનિયર સિટીઝનોના નિવાસ સ્થાને જઈ મીઠાઈના બોક્સ આપી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી સાથે રાશનની કીટ પણ આપવામાં આવેલ હતી સામે સિનિયર સિટીઝનો દ્વારા પણ પોલીસ વિભાગનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image