સાયલા પોલીસે દેશી જામગરી બંદૂક સાથે એક ઈસમને દબોચી લીધો.
સુરેન્દ્રનગર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયા તથા ના.પો.અધી. વી.એમ.રબારી લીંબડી ડીવીઝનની સૂચના મુજબ ગે.કા. હથિયાર બાબતે વધુમાં વધુ કેસો શોધી કાઢી બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા સારૂ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સાયલા પોલીસ સ્ટેશનના પીઆઈ બી. એમ. શીંગરખીયા તથા જયપાલસિંહ દાદુભા રાઠોડ તથા અમરકુમાર કનુભા ગઢવી તથા સુરેશભાઈ ભોટાભાઈ ખરગીયા તથા રમેશભાઈ મગનભાઈ શેખ સહિત પોલીસ સ્ટાફના માણસો સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન અમરકુમાર કનુભા ગઢવીનાઓને બાતમી મળે કે સામતપર ગામનો દશરથભાઈ રમેશભાઈ ચુ.કોળી, રહે સામતપર, સાયલાવાળો સામતપર ગામથી સામતપર ગામના બોર્ડ તરફ પપોતાની પાસે હથિયાર રાખી નીકળનાર છે જેથી સામતપર ગામના બોર્ડથી સામતપર જતા રોડ ઉપર વોચ ગોઠવી સદરહુ હકીકત વાળો ઈસમ નીકળતા તેને અટકાવી ચેક કરતા તેના કબ્જા માંથી એક દેશી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવતા દેશી જામગરી બંદૂક કબ્જે કરી આરોપી વિરુદ્ધ સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.