ડો.કલ્પેશ એસ. મકવાણા , જામનગર જિલ્લા ના નામાંકિત બાળરોગ નિષ્ણાંત , કુપોષણ નાબૂદી અભિયાન અંતર્ગત , કુપોષિત બાળકો ને અનુલક્ષીને , તેમના દ્રારા અવિરત ૧૨ મા ફ્રી કેમ્પ નું આયોજન - At This Time

ડો.કલ્પેશ એસ. મકવાણા , જામનગર જિલ્લા ના નામાંકિત બાળરોગ નિષ્ણાંત , કુપોષણ નાબૂદી અભિયાન અંતર્ગત , કુપોષિત બાળકો ને અનુલક્ષીને , તેમના દ્રારા અવિરત ૧૨ મા ફ્રી કેમ્પ નું આયોજન


કાલાવડ તાલુકા ના છેવાડા ના ગામ ખરેડી મા કરવામાં આવ્યું હતું , આ કેમ્પ ખરેડી ગામ મા PHC ખાતે તા.૧૭/૦૭/૨૦૨૨ ના રોજ યોજવામાં આવ્યો હતો , જેમાં બાળકોના આરોગ્ય વિશે જાગ્રુતી વધારવા તેમજ બીમાર તથા કુપોષિત બાળકો ને પ્રાધાન્ય આપવા વિનામુલ્યે નિદાન તેમજ વિના મુલ્યે દવા વિતરણ ના કેમ્પ નુ આયોજન તેમના હોસ્પિટલનાં સ્ટાફ સાથે કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ મા કુપોષિત બાળકો ની સાથે સાથે , વાતાવરણ ના લિધે તાવ, શર્દી, ઉધરસ, ઝાડા- ઉલ્ટી , તેમજ અપચો થવો, ચામડી ના રોગો જેવા અનેક પ્રકાર ના બાળ દર્દીઓ ને તપાસવા મા આવ્યા હતા અને બહોળી સંખ્યા મા લોકો એ કેમ્પ નો લાભ લિધો હતો.
સાથે સાથે જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા ના માર્ગદર્શન હેઠળ , કુપોષિત બાળકો ના લાભાર્થે સુપોષિત કિટ નું વિતરણ કાલાવડ તાલુકા ભાજપ ના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું .
આ કેમ્પ મા કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ એમ.પિ. ડાંગરિયા , કાલાવડ તાલુકા પંચાયત ઉપપ્રમુખ જાડેજા નર્વિજય (મુન્નાભાઈ) , એ.પિ.એમ.સી. કાલાવડ ચેરમેન યુવરાજસિંહ જાડેજા , અશ્વિનભાઈ શિંગાળા કાલાવડ તાલુકા પંચાયત ચેરમેન, અંબાલાલ કિસાન મોરચા પ્રમુખ, અશોકસિંહ જાડેજા , વિચ્છીભાઈ , ભિમજીભાઈ મકવાણા , ખરેડી સરપંચ શ્રી સંગ્રામભાઇ, યુવા કાર્યકર ચિરાગભાઈ જોશી , મેડિકલ ઓફિસર ડો. વજુ ગુજ્જર , ડો.અંકિત પટેલ તેમજ ખરેડી તથા આસપાસ ના ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા અને લોકો ને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon