મોટા ખુંટવડાના ગોરસ રોડ પર આવેલ વાડી વિસ્તારની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું.

મોટા ખુંટવડાના ગોરસ રોડ પર આવેલ વાડી વિસ્તારની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું.


ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડાના ગોરસ રોડ પર આવેલ વાડી વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળામાં 26 જાન્યુઆરીના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરીના રોજ 41 જેટલા વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો જે વિદ્યાર્થીઓને આજરોજ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. 7000 જેટલી કિંમતની દિવાલ ઘડિયાળ ઇનામ સ્વરૂપે વિદ્યાર્થીઓને ભેટ આપવામાં આવી હતી.
આ ઇનામની રકમ ગ્રામજનો દ્વારા 26 જાન્યુઆરીના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમને અનુલક્ષીને આપવામાં આવી હતી.

રીપોર્ટર:-રમેશ.જીંજુવાડીયા-મહુવા

Mo.7567026877
9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »