મહિસાગર : 108 ની ટીમ EMT રાકેશભાઈ રાવળ તથા પાયલોટ શ્રી કલ્યાણસિંહ દ્વારા સંતરામપુર નગરમાં આવેલ કન્યા શાળા તથા તાલુકા શાળામાં ભણતા એવા આશરે 320 જેટલા બાળકો અને 18 જેટલા શિક્ષકો ને ઇમરજન્સી ને લગતી માહીતી આપી માહિતગાર કર્યા. - At This Time

મહિસાગર : 108 ની ટીમ EMT રાકેશભાઈ રાવળ તથા પાયલોટ શ્રી કલ્યાણસિંહ દ્વારા સંતરામપુર નગરમાં આવેલ કન્યા શાળા તથા તાલુકા શાળામાં ભણતા એવા આશરે 320 જેટલા બાળકો અને 18 જેટલા શિક્ષકો ને ઇમરજન્સી ને લગતી માહીતી આપી માહિતગાર કર્યા.


108 ની ટીમ EMT રાકેશભાઈ રાવળ તથા પાયલોટ શ્રી કલ્યાણસિંહ દ્વારા સંતરામપુર નગરમાં આવેલ કન્યા શાળા તથા તાલુકા શાળામાં ભણતા એવા આશરે 320 જેટલા બાળકો અને 18 જેટલા શિક્ષકો ને ઇમરજન્સી ને લગતી માહીતી આપી માહિતગાર કર્યા .

આ કાર્યકમ શિક્ષક શ્રી, ભુનેતર મહેશભાઈ તથા શિક્ષક શ્રી અંકિતભાઈ દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં 108 ની ટીમ EMT રાકેશભાઈ રાવળ તથા પાયલોટ શ્રી કલ્યાણસિંહ દ્વારા સંતરામપુર નગરમાં આવેલ કન્યા શાળા તથા તાલુકા શાળામાં ભણતા એવા આશરે 320 જેટલા બાળકને તેમજ 18 જેટલા શિક્ષકો ઇમરજન્સી ને લગતી માહીતી આપી માહિતગાર કર્યા હતા. જેમાં બાળકો ઇમરજન્સી ના પ્રકાર વિશે માહિતી આપી તથા મેડિકલ ઈમરજન્સી તથા RTE ઇમરજન્સી તથા રોડ ટ્રાફીક એક્સિડન્ટ ઇમરજન્સી જેવી અનેક પ્રાથમિક વિશે માહિતી આપેલ હતી. જેમાં બાળકો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અને ઇમરજન્સી માં કઈ તકેદારી રાખવી તેના વિશે ઉદાણ પૂર્વક ચર્ચા તથા રાખવામાં આવતી કાળજી વિશે માહિતી આપી માહિતગાર કર્યા હતા.
જેમાં આ કાર્યક્રમ નિમિત્તે શાળાના બાળકોએ 108 ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો. અને સાથે 108 ની ટીમે સ્કુલ શિક્ષક સ્ટાફ ગણ તથા તમામ બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો. અંતે આભારવિધી કરી પૂર્ણ કરવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.