પી.બી.એસ.સી સેન્ટર,બોટાદની વધુ એક સફળતા,ઘરેલું હિંસાને લઈને છૂટાછેડા લેવા તૈયાર દંપતીનું કરાવ્યું પુન: મિલન
પી.બી.એસ.સી સેન્ટર,બોટાદની વધુ એક સફળતા,ઘરેલું હિંસાને લઈને છૂટાછેડા લેવા તૈયાર દંપતીનું કરાવ્યું પુન: મિલન
બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ.મન્સૂરી,દહેજ પ્રતિબંધક અધિકારી હેતલબેન દવે તેમજ બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના થાણા અધિકારી આઈ. બી. જાડેજાના માર્ગદર્શન અન્વયે કાર્યરત પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટરે વધુ એક પરિવારનું મિલન કરાવ્યું છે ઘરેલું હિંસાને લઈને છૂટાછેડા માટે તૈયાર થયેલા મહિલા અરજદારનો લગ્ન સંસાર તૂટતા પી.બી.એસ.સી સેન્ટરના કાઉન્સેલરે બચાવ્યો છે. સાસરી પક્ષથી શારીરિક અને માનસિક ત્રાસ અપાતો હોવાની મહિલા અરજદારની રાવ હતી. પી.બી.એસ.સી. કાઉન્સેલર રીનાબેન વ્યાસ તથા રિંકલબેન મકવાણાની સમજાવટથી મહિલા ફરી તેનો ઘર સંસાર સંભાળવા તૈયાર થઈ હતી.મહિલા સાથે વાતચીતમાં મિલકતનો દસ્તાવેજ અને ઘરેણાંના કારણે ઘરમાં સતત ઝઘડા થતા હોવાનું સામે આવ્યું હતું પી.બી.એસ.સી.મારફતે બંને પક્ષકારોની જૂથ મીટીંગ યોજવામાં આવી હતી અને મહિલાના પતિને તેમના સંતાનના ભવિષ્યનો તથા પોતાના ભવિષ્યનો વિચાર કરવા યોગ્ય સમજ આપવામાં આવી હતી.ત્યારબાદ બંને પક્ષો વચ્ચે દસ્તાવેજ,ઘરેણાં અને લોન જેવી બાબતોના કારણે જે અસમંજસ હતી તે વિશે સકારાત્મક સમાધાન આવ્યું હતું.પત્નીને સારી રીતે રાખવા પતિ દ્વારા લેખિત બાહેંધરી અપાતા બંને વચ્ચે સુખદ સમાધાન થયું હતું.જે બદલ દંપતીએ પી.બી.એસ.સી.સેન્ટર,બોટાદના કાઉન્સેલર રીનાબેન વ્યાસ,રિંકલબેન મકવાણાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.