ઇડર વિધાનસભામાં સાંસદનો વિજયસત્કાર સમાંરભ યોજાયો, ધારાસભ્ય સહીત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા - At This Time

ઇડર વિધાનસભામાં સાંસદનો વિજયસત્કાર સમાંરભ યોજાયો, ધારાસભ્ય સહીત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા


સાબરકાંઠા લોકસભાના ઇડર વિધાનસભામાં આજે ઇડર નગરપાલિકાના ટાઉન હોલ ખાતે સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદનો આભારદર્શન કાર્યક્રમ તથા વિજય સત્કાર સમારોહ યોજાયો હતો.
ઇડરમાં શનિવારે નગરપાલિકાના ટાઉન હોલમાં ઇડર તાલુકા અને શહેર ધ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લોકસભાના સાંસદ શોભના બારૈયાનો વિજય સત્કાર સમાંરભ અને આભારદર્શન કાર્યક્રમ યોજાયો હતો. સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભના મહેન્દ્રસિંહ બારૈયાએ કાર્યક્રમમાં સહભાગી થઈને સૌ પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સાથે આત્મીય સંવાદ સાઘ્યો તેમજ લોકસભાની ચૂંટણીમાં અનન્ય પરિશ્રમ અને સહકાર થકી ભાજપાની ઐતિહાસિક વિજય સુનિશ્ચિત કરવા બદલ સૌનો સાંસદએ સાદર આભાર વ્યકત કર્યો અને વિશ્વાસ આપ્યો કે જનતા જનાર્દનના સેવક તરીકે કાર્ય કરી સાબરકાંઠા લોકસભાને નવી ઊંચાઈએ લઇ જવાની વાત કરી હતી.
આ પ્રસંગે જિલ્લા સંગઠન પ્રમુખ કનુભાઈ પટેલ, ઇડર ધારાસભ્ય રમણલાલ વોરા, પૂર્વ જિલ્લા પ્રમુખ તખતસિંહ હડીયોલ સહિત ઇડર વડાલી તાલુકા શહેર સંગઠનના પ્રમુખ,મહામંત્રી, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, તાલુકા, જિલ્લા અને શહેર સંગઠનના હોદ્દેદારો, વિવિધ મોરચાના પ્રમુખો, સામાજિક, રાજકીય અને સહકારી આગેવાનો, સામાજિક સંગઠનો, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો નગરપાલિકા સદસ્યો સહીત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર. હસન અલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.