રાજકોટમાં મંત્રી ભાનુબેનના મતવિસ્તારમાં સ્થાનિકોએ બેનર સાથે સુત્રોચાર કર્યા, ઉનાળાના પ્રારંભે જ પાણીના ધાંધિયા

રાજકોટમાં મંત્રી ભાનુબેનના મતવિસ્તારમાં સ્થાનિકોએ બેનર સાથે સુત્રોચાર કર્યા, ઉનાળાના પ્રારંભે જ પાણીના ધાંધિયા

ઉનાળાની શરૂઆત થતાની સાથે જ રાજકોટમાં પાણીનો પોકાર સામે આવ્યો છે. એક તરફ સૌની યોજના મારફત રાજકોટની જીવાદોરી સમાન ડેમો પાણીથી ભરી દેવામાં આવ્યા છે છતાં છતે પાણીએ રાજકોટમાં કેટલાક વિસ્તારોમાં પાણી વગર લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ટેન્કર આધારિત જીવન નિર્વાહ ચલાવી રહ્યા છે. આજે રાજકોટમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના મતવિસ્તારમાં પાણી આપો પાણી આપોના નારા સાથે વોર્ડ નંબર 11ની સિલ્વર ગોલ્ડ રેસીડેન્સીના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »