બાલાસિનોર ચાણકય ટયુશન કલાસીસમાં વિધાર્થીઓ દ્વારા રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.
રક્ષાબંધન એટલે ભાઈ-બહેનના પ્રેમનું પ્રતીક
રક્ષાબંધન શ્રાવણ સુદ-પુનમના દિવસે આવે છે. આ તહેવાર એક પ્રેમનું પ્રતિક છે આ દિવસ બહેન પોતાના ભાઇને રાખડી બાંધીને રેશમના તાંતણે એકબીજાને વચન આપીને આ રેશમના તાંતણે બહેન ભાઈને દીર્ઘાયુના આશિષ આપે છે. ભાઇ પણ બહેનને ભેટ આપે છે. જેને વીરપસલી તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધનને ‘બળેવ’ પણ કહેવાય છે. રક્ષાબંધનને નાળિયેરી પૂનમ પણ કહેવાય છે કારણ કે આ દિવસે સાગરખેડૂઓ શ્રીફળ વધેરી દરિયો ખેડવાની શરૂઆત કરે છે.
રક્ષાબંધનનું ધાર્મિક મહત્વ પણ છે. જયારે દેવો અને દાનવો વચ્ચે યુધ્ધ થયું ત્યોર દાનવોની સામે જીતવા માટે ઇન્દ્રને પોતાની પત્ની ઇન્દ્રાણીએ રક્ષા બાંધી હતી. અભિમન્યુને સાતકોઠાના યુધ્ધમાં જતા પહેલા કુંતામાતાએ રક્ષા બાંધી હતી. આમ રક્ષાબંધન એક પવિત્ર અને ધાર્મિક તહેવાર છે. જેની ઉજવણી ઉત્સાહભેર રીતે સમગ્ર ભારત દેશમાં કરવામાં આવે છે. બાલાસિનોરમાં ચાણકય ટયુશન કલાસીસના વિદ્યાર્થીઓ, શિક્ષક મિત્રો તથા સંચાલકશ્રી પ્રવિણસિંહ પરમાર દ્વારા રક્ષાબંધન ની ઉત્સાહભેર તેમજ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.