ડભોઇ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી
રિપોર્ટ:- નિમેષ સોની, ડભોઇ
હાલની પ્રવર્તમાન સરકારે પર્યાવરણીય હિતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ભારતમાં સિંગલ યુઝ પ્લાસ્ટીકના વેચાણ - વપરાશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે ડભોઇ નગરપાલિકા દ્વારા ૧/૦૮/૨૦૨૪થી સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા બાબતે જાહેર સૂચના આપવામાં આવી હતી. પરંતુ કેટલાક વેપારીઓ દ્વારા તે સૂચનાનું અમલીકરણ ન કરાતાં આજરોજ ડભોઇ નગરપાલિકાની તંત્રની ટીમ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાની ટીમ દ્વારા ડભોઇ નગરના વિવિધ વિસ્તારોમાં થઈને અંદાજિત ૩૦૦ કિલો ઉપરાંતનો જથ્થો જપ્ત કર્યો હતો અને ઉપયોગ કરનાર વેપારીઓ પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી હતી. સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ₹ 4,500 ઉપરાંતનાં દંડની વસૂલાત કરવામાં આવી હતી અને જપ્ત કરવા પાત્ર માલ કબ્જે લેવામાં આવ્યો હતો.
જેથી સમગ્ર ડભોઇ પંથકમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પ્રવર્તમાન સરકાર દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિના ઉપયોગ સદંતર બંધ કરવા માટે સૂચનો આપવામાં આવ્યાં હતાં. પરંતુ તેનું અમલીકરણ કરવામાં આવતું ન હતું. પરંતુ 01/08/24 થી કડક કાર્યવાહી હાથ ધરી ચુસ્તપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થાય તેવાં પ્રયત્નો તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યાં છે. નગરનાં નાગરિકો અને પાલિકા તંત્ર આ બાબતે હર હંમેશ સજાગ રહેશે તો આ વપરાશ સદંતર બંધ થઈ જશે તો તે બાબત પર્યાવરણ અને પ્રકૃતિ માટે ફાયદાકારક રહેશે.
9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.