નોડલ ઓફિસર ફોર ટર્નઆઉટ ઇમ્પિમેન્ટેશન પ્લાન અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ અભિયાનનાં આયોજન અંગે બેઠક યોજાઇ
નોડલ ઓફિસર ફોર ટર્નઆઉટ ઇમ્પિમેન્ટેશન પ્લાન અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાના અધ્યક્ષસ્થાને મતદાન જાગૃતિ અભિયાનનાં આયોજન અંગે બેઠક યોજાઇ
આગામી તા. 22 એપ્રિલ, સોમવારથી મતદાન જાગૃતિ માટે વિશેષ કાર્યક્રમોની હારમાળા: વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અન્વયે બોટાદ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન માટે જાગૃતિ આવે તે માટે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસીપેશન (SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે.ત્યારે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે બેઠક યોજાઇ હતી જેમાં ટી.આઇ.પી. નોડલ ઓફિસર વ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતુ કે, આગામી સોમવારથી ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદાતાઓને જાગૃત કરવા મતદાતા જાગૃતિ સઘન અભિયાન હાથ ધરવામાં આવશે.આ સઘન અભિયાનમાં વિવિધ પ્રવૃત્તિઓ માટે આયોજન કરવામાં આવશે. મતદાતા જાગૃતિ કાર્યક્રમ અન્વયે વિવિધ સ્થળો ખાતે રંગોળી સ્પર્ધાઓ,મહેંદી સ્પર્ધાઓ યોજી મતદાતાઓને મતદાનનું મહત્વ સમજાવવાના પ્રયત્નો કરવામાં આવશે.તમામ નાગરિકના અવશ્ય મતદાનના હેતુને સિદ્ધ કરવા માટે રન ફોર વોટ, ફ્લેશમોબ, બાઇક રેલી સહિતના મતદાતા જાગૃતિ કાર્યક્રમ યોજાશે. આ બેઠકમાં સંબંધિત નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.