નિસ્વાર્થ સેવાના ભેખધારી સીમર ગામના મુળુભાઈ સીડા નું નૂતન વર્ષના દિવસે વહેલી સવારે ચીર વિદાય સમગ્ર બરડા પંથક તેમજ ગુજરાતના મહાનગરો શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શોખનું મોજું - At This Time

નિસ્વાર્થ સેવાના ભેખધારી સીમર ગામના મુળુભાઈ સીડા નું નૂતન વર્ષના દિવસે વહેલી સવારે ચીર વિદાય સમગ્ર બરડા પંથક તેમજ ગુજરાતના મહાનગરો શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શોખનું મોજું


નિસ્વાર્થ સેવાના ભેખધારી સીમર ગામના મુળુભાઈ સીડા નું નૂતન વર્ષના દિવસે વહેલી સવારે ચીર વિદાય સમગ્ર બરડા પંથક તેમજ ગુજરાતના મહાનગરો શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શોખનું મોજું
મુળુભાઈ સીડા સીમર ગામના લીરબાઈ સેવા સમિતિના પ્રમુખ પદે હતા અને ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ ના વ્યસન મુક્તિ સમિતિના પ્રમુખ હતા તેઓશ્રી 65 વર્ષની ઉંમરે તેઓનું અવસાન થતાં ચારે બાજુ શોકનું મોજુ ફરી વળ્યુ છે મુળુ ભાઈએ તેમની અડધી જિંદગી લોકોના આયુર્વેદિક પદ્ધતિ અને દેશી દવા થી દુઃખ દર્દ માં સેવા કરેલી બરડો ડુંગર અને ગિરનાર ડુંગર તેમાં આયુર્વેદિક વનસ્પતિ પુષ્કળ પ્રમાણમાં પથરાયેલ છે અને મુળુભાઈ આ બંને ડુંગરોમાં ફરી વળી આયુર્વેદિક વનસ્પતિ ઘરે લાવી તેમને વાટી અને દેશી દવા જરૂરિયાત મંદોને વિનામૂલ્યે આપતા તેમજ અમુક દેશી દવા ગાંધીની દુકાને થી વેચાતી લેતા તે પણ નહીં નફો નહીં નુકસાન તે ધોરણે આપતા ઉપરાંત તેઓએ સીમર ગામે સ્મશાનમાં ખૂબ જ તથા મહેનત કરી સંપૂર્ણ વ્યવસ્થાથી સ્મશાન નું કામ કરાવેલ ઉપરાંત તેઓ વ્યસનમુક્તિ ઝુંબેશ ચલાવતા જેમાં અનેક યુવકો ને વ્યસનથી કાયમીને માટે મુક્ત કરાવેલ છે ઉપરાંત તેઓને અનેક મહાનુભાવો અને સંતો જેમકે રમેશભાઈ ઓઝા, જુનાગઢ ગીરનાર ના શેરનાથ બાપુ ઉપરાંત શિક્ષણ જગતના પ્રણેતા વિરમભાઈ ગોઢાણીયા, સમગ્ર ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલના હોદ્દેદારો રાજકીય અગ્રણીઓ સામાજિક તેમજ સેવાકીય સંસ્થાઓ વિગેરે તરફ થી મુળુભાઈ નું સન્માન તેમજ પ્રમાણપત્રો આપી તેમની સેવાકી પ્રવૃત્તિઓને બિરદાવામાં આવેલ ઉપરાંત કાના ભીમા રાણા વાયા નામના યુવાનને રક્તપિતનો ભયંકર રોગ લાગુ પડેલ અને હોસ્પિટલમાં પણ તેમના રોગને કાબુ ના આવતા મુળુ ભાઈએ આ દર્દીને દસ વરસ તેમના ઘરે રાખી દેશી આયુર્વેદિક વનસ્પતિની દવા થી તેમની સારવાર કરી મલમ પટ્ટી લગાડી આ દર્દીને સ્વસ્થ કરેલ આજે મુળુભાઈ સીડા ના પિતા પરબતભાઈ સીડા 95 વર્ષની ઉંમરે પણ અડીખમ જીવન જીવે છે અને મુળુ ભાઈ ના ચાર ભાઈઓ ત્રણ પુત્ર એક પુત્રી તેમના ધર્મપત્ની એમ 45 થી 50 પરિવારને મૂકી સ્વર્ગવાસ થતાં ખૂબ જ શોકનો માહોલ જોવા મળે છે મુળુભાઈ ની દેશી દવા માટે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ જેવા મહાનગરો અને ગુજરાતના શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી આ મહા માનવની આયુર્વેદિક દેશી દવા લેવા માટે માણસો સીમર ગામે આવતા અને તેની દવાથી 95% દર્દીઓને રાહત થતી ઉપરાંત મુળુ ભાઈ સીડા પર્યાવરણ પ્રેમી અને સીમર ગામે અવારનવાર બ્લડ કેમ્પ નું આયોજન કરી બ્લડ પણ હોસ્પિટલોમાં વિનામૂલ્યે પહોંચાડતા તેમજ કોરોના ના કપરા સમયમાં તેઓએ મિથીલીન બ્લુ નામનું પ્રવાહી બનાવી ગામડે ગામડે વિનામૂલ્યે પહોંચાડતા હતા જેનાથી કોરોનામાં ખૂબ જ આ પ્રવાહી ઇમ્યુનિટી વધારવામાં અગ્રેસર હતું. ઉપરાંત બરડા વિસ્તારમાં ઉકાળાનું પણ તેઓ આયોજન કરતા ઉપરાંત આકાશવાણી રાજકોટમાં પ્રસારિત થતો ગામનો ચોરો કાર્યક્રમમાં તારીખ 29 1 2022 ના રોજ વ્યસનમુક્તિ તેમજ સેવાકી પ્રવૃત્તિનો કાર્યક્રમ પ્રસારિત થયેલ જેથી આ સેવાભાવી મુળુભાઈ સીડાની વસમી વિદાય થી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon