દોઢ વર્ષ જુનો ખાર રાખી ગઢાળા ગામે એક વ્યક્તિને મુંઢ માર માર્યો - At This Time

દોઢ વર્ષ જુનો ખાર રાખી ગઢાળા ગામે એક વ્યક્તિને મુંઢ માર માર્યો


આધાભાઈ નથુભાઈ સાગઠીયા નામના વ્યક્તિએ જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા જણાવ્યું છે કે તેના મોટા પૌત્ર કિરીટ સુરેશભાઈ સાગઠીયાએ દોઢ વર્ષ પહેલા ગઢાળા ગામના મનુભાઈ ધુળાભાઈ રાઠોડ ની દીકરી પાયલ સાથે પ્રેમ લગ્ન કરેલા હોય. અને આધાભાઈ અને તેમના પુત્ર સુરેશભાઈ રાત્રે સવા દસ વાગ્યાની આસપાસ ગઢાળા ગામે રહેતા એમના સંબંધી અરવિંદભાઈ જેઠાભાઈ ઘુઘલ ના ઘરે ખબર અંતર પૂછવા માટે ગયેલા હતા. અને સુરેશભાઈ ગામમાં આટો મારવા બહાર ગયેલા હતા. ત્યારબાદ ફરિયાદી તેમના સગા વાલા ના ઘરેથી બહાર શેરીમાં નીકળ્યા હતા ત્યાં મનુભાઈ રૂડાભાઈ રાઠોડ નામનો વ્યક્તિ લાકડી લઈને આવ્યો અને ફરિયાદીના માથામાં લાકડીના ઘા મારવા લાગેલો. જેથી ફરિયાદીના માથામાં ભારે ઈજા પહોંચતા નીચે જમીન ઉપર પડી ગયા. બાદ શરીર ઉપર પણ વધારે ઘા મારવા લાગ્યા. અને જેમ ફાવે તેમ ગાળો આપી મુંઢમાર મારી ત્યાંથી નીકળી ગયા હતા. બાદ ફરીયાદીનો તાત્કાલિક ધોરણે 108 દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેની જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image