શ્રીમતી.સી.આર.ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુરના એન.એન.એસ. યુનિટ દ્વારા તા-૧૫-૦૩-૨૦૨૩ થી તા-૨૧-૦૩-૨૦૨૩ સુધી સાત દિવસીય નિવાસી વાર્ષિક શિબિરનું આયોજન અમથાણી પ્રાથમિક શાળા ખાતે થયું. - At This Time

શ્રીમતી.સી.આર.ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુરના એન.એન.એસ. યુનિટ દ્વારા તા-૧૫-૦૩-૨૦૨૩ થી તા-૨૧-૦૩-૨૦૨૩ સુધી સાત દિવસીય નિવાસી વાર્ષિક શિબિરનું આયોજન અમથાણી પ્રાથમિક શાળા ખાતે થયું.


શ્રીમતી.સી.આર.ગાર્ડી આર્ટ્સ કોલેજ મુનપુરના એન.એન.એસ. યુનિટ દ્વારા માનનીય આચાર્યશ્રી મહેતા સાહેબના માર્ગદર્શન અને એન.એન.એસ. પ્રોગ્રામ ઓફીસરશ્રી જયસિંહ ખાંટ સાહેબના નેજા હેઠળ તા-૧૫-૦૩-૨૦૨૩ થી તા-૨૧-૦૩-૨૦૨૩ સુધી સાત દિવસીય નિવાસી વાર્ષિક શિબિરનું આયોજન અમથાણી પ્રાથમિક શાળા ખાતે થયું.
આ સાત દિવસ દરમ્યાન ઉદ્ગાટનથી સમાપન સુધી ગામ લોકો અને શાળાના શિક્ષકમિત્રોનો પુરેપુરો સહકાર મળ્યો.
શિબિર દરમિયાન સ્વયંસેવક મિત્રો દ્વારા ગામમાં વિવિધ પ્રવૃતિઓ અને જાગૃતિના પ્રયાસો કરવામાં આવ્યા જેમકે,લોકસંપર્ક,સામાજિક-આર્થીક-શૈક્ષણિક સર્વે,જાહેર સ્થળોની મુલાકાત,મંદિર દર્શન,મંદિર પ્રાંગણ સફાઈ,ગામના ફળિયા અને શેરની સફાઈ,વ્યસન મુક્તિ,આરોગ્યની જાળવણી વગેરે જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા. તા 21/0ના શિબિરના સમાપન પ્રસંગે સૌ ગામ લોકો અને શાળા પરિવારનો પ્રોગ્રામ ઓફીસર શ્રી ખાંટ સાહેબે આભાર વ્યક્ત કરી અને કાર્યક્રમ નુ સમાપન કર્યું હતું.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.