ચોટીલાના ભુદેવ પરિવારના પ્રિયમભાઈના લગ્નનું નિમંત્રણ કાર્ડ બન્યું આકર્ષણનું કેન્દ્ર
તા.10/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
હાલ વિક્રમ સવંતનો મહા મહિનો ચાલી રહ્યો છે અને વસંત પંચમીથી હોળી સુધી લગ્નના અનેકો મુર્હતમાં નવ યુગલો પ્રભુતામાં પગલાં પાડી પોતાના જીવનની નવી શરૂઆત કરી રહ્યા છે ધામધૂમથી લગ્ન કરવાએ અત્યારે સોશિલય મીડિયાના કારણે એક ટ્રેન્ડ થઈ ગયો છે નાના માં નાના પરિવારથી લઈને અબજોપતિ પરિવારો પોતાની આર્થિક સ્થિતિ અનુસાર વિધિવત લગ્ન કરતા હોય છે જેમાં એકા બીજાથી ચડિયાતું કરવાની જાણે એક હરીફાઈ હોઈ તેમ સૌ કોઈ પોત પોતાની રીતે પોતાના અથવા પોતાના સ્વજનના લગ્નને યાદગાર બનાવવા અવનવા વિચારો અમલમાં મૂકી કઈક નવું કરતા હોય છે આવા જ એક લગ્નન ચોટીલામાં થવાના છે જેની કંકોત્રીની લોકો ખૂબ ચર્ચા કરી રહ્યા છે ચોટીલાના ભુદેવ પરિવારના સ્વર્ગસ્થ પ્રવીણચંદ્રના પુત્ર મહેશકુમાર ઉપાધ્યાય જે ચોટીલા નગર પાલિકાના ભૂતપૂર્વ કારોબારી ચેરમેન તેમજ બ્રહ્મસમાજના અગ્રણી છે તેમના ચિ. સુપુત્ર પ્રિયમ ના લગ્ન આગામી તા 11-02-23 ના રોજ યોજાવાના છે તારીખ 10-02-2023 અને 11-02-2023 ના રોજ યોજાનારા આ લગ્ન આકર્ષણનું કેન્દ્ર એટલાં માટે બન્યા છે કારણ કે આ લગ્નના જમણવારનું આમંત્રણ ચકલી ઘરમાં છપાવવામાં આવ્યું છે 1500 થી વધુ ચકલી ઘરમાં લગ્નનું આમંત્રણ છપાવી જમુના અગરબત્તીવાળા પ્રિયમભાઈએ લોકોને ચકલી બચાવવા આહવાન કર્યું છે નાનપણથી પર્યાવરણ પ્રત્યે લગાવ અને પક્ષીઓને બચાવવાની કામગીરી કરતા પ્રિયમભાઈને પોતાના લગ્નની કંકોત્રીમાં ખર્ચ કરતા પોતાના લગ્નનું નિમંત્રણ કાર્ડ લોકોને ઉપયોગી થાય તેવું જણાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.