સાબરકાંઠા દ્વારા આઠ તાલુકામાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી. ઉત્સાહભેર કરવામાં આવી.
ધરતી આબા બિરસા મુંડા ની 150 મી જન્મજયંતિ જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવી.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ ગુજરાત ના નેજા હેઠળ. તા.ર૩/૧૧/૨૪ ના રોજ ગુજરાત ના તમામ તાલુકા ઓમાં જનજાતિ ગૌરવ દિવસ તરીકે ધરતી આબા બિરસા મુંડા. ની ૧૫૦મી જન્મ જયંતી ની ઊજવણી કરવામાં આવી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સાબરકાંઠા દ્વારા આઠ તાલુકામાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી. ઉત્સાહભેર કરવામાં આવી. ભગવાન બિરસા મુંડા જન્મજયંતિ નિમિત્તે શાળા, કોલેજ, હાઈસ્કૂલ તેમજ આદિજાતિ છાત્રાલય માં કાયૅકમ યોજી બાળકો, યુવાનો, કન્યાઓ , શિક્ષક મિત્રો. તેમજ સમાજના વિવિધ અગ્રણી. ની ઉપસ્થિતમાં બિરસા મુંડાની જીવન ગાથા દ્વારા. તેમને કરેલ સમાજ ઉત્કર્ષ માટેની સંધષૅ ગાથા, અંગ્રેજ સરકાર સામે કરેલ ચળવળ તેમજ જનજાતિ અને અન્ય સમાજ માટે થતા અત્યાચાર , અન્યાય સામે લડત ચલાવી. તેમના અદમ્ય સાહસ અને પરાક્રમી પ્રવૃત્તિઓનો વાતૉલાપ કરી. આ વાતૉલાપ સમાજ સુધી પહોંચાડવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્રારા અપીલ કરવામાં આવી.આ કાયૅકમને સફળ બનાવવાનું આયોજન. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ સાબરકાંઠાના તમામ સંવગૅ પ્રતિનિધિ ઓ દ્રારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર:મોહમ્મદ શફી તાંબડીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.