સાબરકાંઠા જિલ્લાના ૧૮ થી ૫૯ વર્ષના ૮૪૦૦ થી વધુ નાગરીકોને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧પ જુલાઇથી ૭પ દિવસ સુધી ૧૮ થી પ૯ વર્ષની વયના લોકોને કોવિડ વેક્સિનેશનનો પ્રિકોશન ડોઝ વિનામૂલ્યે આપવાની શરૂઆત કરવામાં આવી છે.જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ચાર દિવસ દરમિયાન ૮૪૦૦થી વધુ નાગરીકોને કોરોના પ્રિકોશનનો ત્રીજો ડોઝ એટલે કે બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. ચારણે જણાવ્યું હતું કે, આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત તમામ સરકારી રસીકરણ કેન્દ્રો પર તા. ૧પમી જુલાઇ, ર૦રરથી ૭પ દિવસ સુધી આ સુવિધા ઉપલબ્ધ રહેશે. જિલ્લાને પૂરતા પ્રમાણમાં આ વેક્સિન ઉપલબ્ધ કરાવામાં આવી છે જેથી તમામ કેન્દ્રો પર આ રસી મળી રહેશે. તેમજ નવો સ્ટોક પણ સરકાર દ્રારા ઉપલબ્ધ કરાવામાં આવ્યો છે. હાલમાં ચાર જ દિવસમાં જિલ્લાના ૮૪૦૦થી વધુ નાગરીકોને આ ડોઝ અપાઇ ગયો છે. આ વેક્સિનેશન ચાલુ જ છે.
આબીદઅલી ભુરા
હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.